આ તારીખે હોન્ડા એક્ટિવાનું EV મોડલ લોન્ચ થઈ શકે છે, જાણો તમામ વિગતો

PC: twitter.com

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હોન્ડાના એક્ટિવાના મોડલની ભારતીય બજારમાં ખૂબ જ માંગ છે. એક્ટિવા હોન્ડાનું બેસ્ટ સેલિંગ મોડલ પણ છે. જાણકારી અનુસાર, કંપની બહુ જલ્દી તેનું ઇલેક્ટ્રિક મોડલ પણ લોન્ચ કરી શકે છે. કંપની 2025 સુધીમાં 10 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ તાજેતરમાં કન્ફોર્મ કર્યું છે કે તે ટૂંક સમયમાં બે કોમ્યુટર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરી રહી છે. તેને 23 જાન્યુઆરી 2023ના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે. જો કે હજુ સુધી ઈલેક્ટ્રિક વ્હીકલના લોન્ચિંગ અંગે કોઈ ઓફિશિયલ વિગતો બહાર આવી નથી.

Ather અને TVS iQube સાથે કોમ્પિટિશન

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા તેના બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્ટિવાના ઇલેક્ટ્રિક વેરિઅન્ટને લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે હોન્ડાનું આવનારું ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતીય માર્કેટમાં પહેલાથી જ હાજર TVS iQube Electric અને Ather 450X જેવા શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે કોમ્પિટિશન કરશે.

કંપનીએ સ્વેપિંગ સર્વિસ કરી શરૂ

તમને જણાવી દઈએ કે હોન્ડાએ બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર કરીને બેટરી સ્વેપિંગ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બેટરી પેક સર્વિસનો ઉપયોગ શરૂઆતમાં ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા માટે થાય છે. Honda Power Pack Energy India Pvt Ltd એ ભારતમાં બેટરી સ્વેપ સર્વિસ શરૂ કરવા માટે બ્રાન્ડની પેટાકંપની છે. આ સર્વિસનો ઉપયોગ હોન્ડાના આગામી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે પણ કરવામાં આવશે, કારણ કે હોન્ડા તેની EVને સ્વેપ કરી શકાય તેવી બેટરી પેક સાથે લોન્ચ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp