શક્તિશાળી અને ઝડપી! વજનમાં સૌથી ભારે બજાજ પલ્સર લોન્ચ, કિંમત જાણી લો

PC: bajajauto.com

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક બજાજ ઓટોએ લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે તેની સૌથી ભારે પલ્સર 'Pulsar NS400Z' વેચાણ માટે લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ, શક્તિશાળી એન્જિન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શક્તિશાળી પલ્સરની પ્રારંભિક કિંમત રૂ. 1.85 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. હાલમાં, કંપનીએ તેને પ્રારંભિક કિંમત સાથે બજારમાં ઉતારી છે, જેનો અર્થ છે કે, નજીકના ભવિષ્યમાં તેની કિંમતો વધી શકે છે. તો ચાલો જોઈએ કે આ નવી પલ્સર NS400Z કેવી છે.

નવી બજાજ પલ્સર NS400Zનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના ગ્રાહકો 5,000 રૂપિયાની બુકિંગ રકમ સાથે કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક કરી શકે છે. કંપની ટૂંક સમયમાં આ બાઇકની ડિલિવરી પણ શરૂ કરશે. કંપનીએ નવી પલ્સરને 4 અલગ-અલગ રંગોમાં રજૂ કરી છે અને તમામ કલર વેરિઅન્ટ માટે સમાન કિંમત રૂ. 1.85 લાખ નક્કી કરવામાં આવી છે.

બજાજ પલ્સર NS400Z ની હેડલાઇટ ખૂબ જ આકર્ષક અને અનોખી શૈલી સાથે આવે છે. તેના કેન્દ્રમાં LED પ્રોજેક્ટર લેમ્પ આપવામાં આવ્યો છે. બાઈકને AG ડિઝાઈન આપવામાં આવી છે, જે તેને શાર્પ લુક આપે છે. જો કે, તેનો દેખાવ NS200ની યાદ અપાવે છે. સ્પોર્ટી રીઅર વ્યુ મિરર, ગોલ્ડન ફિનિશ સાથે અપ-સાઇડ-ડાઉન (USD) ફ્રન્ટ ફોર્ક સસ્પેન્શન અને શિલ્પવાળી ઇંધણ ટાંકી તેને વધુ સ્પોર્ટી લુક આપે છે.

પલ્સર NS400Zમાં કંપનીએ 373 cc ક્ષમતાનું લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે અગાઉ ડોમિનારમાં પણ જોવા મળે છે. આ એન્જિન 40hpનો પાવર અને 35Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જે સ્લિપ-સહાયક ક્લચ સિસ્ટમ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, નવી પલ્સરની ટોપ સ્પીડ 154 કિલોમીટર પ્રતિ કલાક છે. જે તેને સેગમેન્ટમાં સૌથી ઝડપી બાઇક બનાવે છે.

બજાજ પલ્સર NS400Z પર એક ઝડપી નજર: એન્જિન-373 CC, પાવર-40Hp, ટોર્ક-35Nm, ટોપ સ્પીડ-154 km/h, ફ્યુઅલ ટાંકી-12 લિટર

સસ્પેન્શન માટે, USD ફોર્ક આગળના ભાગમાં આપવામાં આવ્યું છે અને પાછળના ભાગમાં પ્રીલોડ-એડજસ્ટેબલ મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ વિશે વાત કરીએ તો, તેમાં 4-પિસ્ટન કેલિપર્સ સાથે 320 mm ફ્રન્ટ ડિસ્ક અને પાછળના ભાગમાં 230 mm ડિસ્ક બ્રેક છે. પલ્સર NS400Zનું કુલ વજન, જે 12 લિટરની ફ્યુઅલ ટાંકી સાથે આવે છે, તે 174 કિલો છે. એટલે કે આ બાઇક ડોમિનાર કરતા અંદાજે 19 કિલો હળવી છે. તેની સીટની ઊંચાઈ 805 mm છે, એટલે કે આ બાઇક ટૂંકી હાઇટના લોકો માટે પણ વધુ સારી રહેશે.

કંપનીએ પલ્સર NS400Zમાં 4 રાઈડિંગ મોડ્સ (સ્પોર્ટ, રોડ, રેઈન અને ઑફરોડ) આપ્યા છે. તેમાં 3 લેવલ ટ્રેક્શન કંટ્રોલ અને સ્વિચેબલ ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. આ સિવાય કલરનું LCD ડેશબોર્ડ આપવામાં આવ્યું છે, જે મોટાભાગે નાના પલ્સર મોડલ્સ જેવું જ છે. જો કે, જમણી બાજુએ એક નાની સ્ક્રીન છે, જેમાં નેવિગેશન ડેટા બતાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp