સુરતના પ્રાકૃતિક મેળામાં જાણો 12 પ્રકારના મિલેટ્સના ફાયદાઓ વિશે

PC: Khabarchhe.com

સરકાર જ્યારે મીલેટ્સ યરની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વાસ્થ્ય સર્વદા સંસ્થા દ્વારા સુરતના મોટા વરાછા ગોપીન ગામમાં યોજાયેલા ચાર દિવસીય પ્રાકૃતિક ફૂડ એક્સ્પો 2023માં મિલેટ્સ ની વિવિધ 12 જાતોએ આકર્ષણ જમાવ્યુ છે. આ મિલેટ્સની પણ ખાસ વિશેષતા છે.

પ્રાકૃતિક મેળામાં વેજ ઓ (veg o) નામે એક સ્ટોલ છે. જ્યાં આવીને બધાની નજર એકવાર રોકાય જાય છે. અહી એક બે નહિ પણ બાર બાર પ્રકારના મિલેટ્સ જોવા મળે છે. જેમાં રાજગરો, બાજરી, જુવાર, રાગી, કુટકી, કોદરા, કાંગ, મોરૈયો, ચેણો હરીકંગની જેવી 10 ઓરિજન ઇન્ડિયન અને કીનોવા તથા સિયાસિડ આ બે મૂળ વિદેશી ( દ. અમેરિકા) જાત છે. જો કે આ તમામને જે તે પ્રદેશના ખેડૂતે પોતાના ખેતરમાં જ પ્રાકૃતિક રીતે ઉગાડયા છે. આ તમામ મિલેટસની ખાસિયત એ છે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ મુજબ છે. જે પ્રાંત પ્રદેશમાં જે મિલેટ્સ ભૌગોલિક રીતે ઉત્તમ ઉપજે એ પ્રદેશમાં આ મિલેટ્સની ખેતી કરવામાં આવી છે. જેમ કે રાગી કર્ણાટકની, હરી કંગની કર્ણાટકની, ચેનો બિહારનો. એમ જે જમીનમાં એની ફળદ્રુપતા વધારે એ જમીન પરની આ બધી મિલેટસ છે. અને એ પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. એટલે આ મીલેટ્સ ન્યુટ્રેશનથી ભરપુર છે. સુરતવાસીઓ એ રીતે દેશની શ્રેષ્ઠ મીલેટ્સ ઘરે લાવી શકશે અને ખાઈ શકશે.

ઉપરાંત મેળામાં ખાણી પીણીના પણ સ્ટોલમાં ડાંગી, કાઠિયાવાડી ડીશ સાથે સરગવો, દૂધી વગેરેના ભજીયા અને અનેક અવનવી વાનગી છે. નાસિકની મધમીઠી દ્રાક્ષ, કોઇમ્બતુરના લાલ કેળા, વલોનાની છાશ, કેસર કેરીની વિવિધ પ્રોડક્ટ, ફળના પલ્પની કુલ્ફી વગેરે મુલાકાતીઓને આકર્ષે છે. નોંધનીય છે કે તા.11થી 14 એપ્રિલ દરમિયાન આયોજિત ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા 300 ખેડૂતો દ્વારા 250 જેટલા સ્ટોલમાં ઝેરી રસાયણમુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશો, ધાન્યોનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી થકી દેશવાસીઓની રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. તંદુરસ્ત ધરતી અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી રામબાણ ઈલાજ છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે પ્રેરાય એ માટે સમાજના તમામ વર્ગો સાથસહકાર આપે એ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp