અદાણી સ્પોર્ટ્સલાઇન આયોજિત આંતરશાળા કબડ્ડી-ખોખો સ્પર્ધાની શરૂઆત સુરતથી

PC: Khabarchhe.com

અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે. સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં યોજનારી સ્પર્ધા લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ ચેમ્પિયનશિપ-2023ની શરૂઆત સુરતમાં અબ્રામા ખાતે આવેલા પી.પી.સવાણી વિદ્યા સંકુલમાં બે દિવસ ચાલેલી સ્પર્ધા સાથે થઈ છે. આગામી દિવસમાં રાજકોટ, વડોદરા અને અમદાવાદ ખાતે ચેમ્પિયનશિપ યોજાશે.

અદાણી સ્પોર્ટ્સલાઈનનો ઉદ્દેશ્ય કબડ્ડી અને ખો-ખો જેવી સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવાની ભારતની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવાનો છે. સાથે સાથે મહત્વાકાંક્ષી પ્રતિભાઓને તકો પણ પૂરી પાડવાનો છે. સુરત ખાતે બે દિવસ ચાલેલી સ્પર્ધામાં જુદી જુદી શાળાની 48 ટીમના ખેલાડીઓએ કબડ્ડી અને ખોખોની રમતમાં ભાગ લીધો હતો.

લિટલ જાયન્ટ્સ ટુર્નામેન્ટએ શાળાના બાળકોનું ધ્યાન કબડ્ડી અને ખો-ખો જેવી રમતો તરફ દોરવાનો પ્રયાસ છે જેથી તેઓને આવી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. લીગનો પ્રારંભથી થયો છે. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમતની લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સના નામે રમે છે. પ્રથમ દિવસે કબડ્ડીની ફાઇનલ વાત્સલ્યધામ માધ્યમિક શાળા અને જેબી કાર્પ વિદ્યા સંકૂલ (જીએસઇબી) વચ્ચે રમાઈ હતી જેમાં જેબી કાર્પની ટીમએ 35 પોઈન્ટ બનાવ્યા હતા અને વાત્સલ્યધામની ટીમ 40 પોઈન્ટ બનાવીને વિજેતા બની હતી. જ્યારે ખો-ખોની ફાઇનલ મેચ પણ વાત્સલ્યધામ શાળાની ટીમએ જીત મેળવી હતી. બીજા દિવસે સવારે 16 શાળાની ટીમ વચ્ચે કબડ્ડીની ફાઇનલ સનલાઇટ શાળા અને ગજેરા ઇંગ્લિશ મીડિયમ વચ્ચે રમાઈ હતી જેમાં સનલાઇટની ટીમ વિજેતા બની હતી. અમદાવાદ ખાતે યોજનારી ફાઈનલમાં વાત્સલ્યધામની કબડ્ડી અને ખોખોની ટીમ સાથે જ સનલાઇટ શાળાની ટીમ ફાઇનલમાં અન્ય શહેરની વિજેતા ટીમ સામે રમશે. સુરતની સ્પર્ધાના આયોજનમાં પી.પી.સવાણી વિદ્યા સંકૂલનો સહયોગ પ્રાપ્ત થયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp