સુરતનીઓને પોતાના તાલે ડોલાવવા આવી રહ્યા છે આદિત્ય ગઢવી

PC: https://www.facebook.com/adityagadhviofficial/photos

લોક કલાકાર આદિત્ય ગઢવી, એક અવિસ્મરણીય ધૂન અને વાઇબ્રન્ટ રિધમ્સની મોજ સાથે સાંજને યાદગાર બનાવવા માટે સુરત આવી રહ્યા છે . વકતવ્ય વર્લ્ડવાઇડ અને મેઘરંજન એન્ટરટેઈન્મેન્ટ દ્વારા પ્રસ્તુત આ "આપણો મલક : એક ભવ્ય ફૉક કોન્સર્ટ" મા આદિત્ય ગઢવી પોતાની અસાધારણ કલાત્મકતા અને અવાજના જાદુ દ્વારા પ્રેક્ષકોના હૃદય સુધી પહોંચીને તમને ગુજરાતી લોક સંગીતમાં તરબોળ કરવા આવી રહ્યા છે. ગોપીન ગામ, સુરત ખાતે આદિત્ય ગઢવીની ઉર્જા અને જુસ્સા સાથે પ્રતિભાશાળી સંગીતકારોના સમૂહ દ્વારા વાતાવરણને જીવંત બનાવશે. આદિત્ય ત્યાં પોતાની વિશાળ ટિમ સાથે પરફોર્મ કરશે જ્યાં કન્ટેમ્પરરી ડાન્સ અને ગુજરાતનુ અનેરું ફૉક સંગીત સ્ટેજની શોભા વધારશે.

વધારેમાં, આદિત્ય ગઢવી કહે છે; "આ કોન્સર્ટ એ આપણા મૂળ, આપણા સાહિત્ય, આપણી પરંપરાઓ અને લોક સંગીત પ્રત્યે જાગૃતિ અને સહિયારા પ્રેમની ઉજવણી છે. હું સંગીતની સરળ ભાષા દ્વારા મારા ચાહકો સાથે જોડાવા અને સાથે મળીને એમને એક અવિસ્મરણીય અનુભવ આપવા માટે અતિ ઉત્સાહિત છું."

આ આધુનિક યુગમાં લોકો સાહિત્ય અને પરંપરાંગત વારસાને ભૂલતા થયા છે પરંતુ આ પ્રકારના આધુનિક કોન્સર્ટ જે વારસાને જવલંત રાખવાના ખુબજ સરળ રસ્તાઓ છે. જેનાથી આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરી શકીયે છીએ અને એની ઉર્જા અને જીવનમાં સાહિત્યના અગત્યના સ્થાન બાબતે સમજણ આપી શકીયે છીએ. આ પ્રકારના ફૉક કોન્સર્ટ અમુક અંશે જ્ઞાન સાથે ગમ્મત પણ સાબિત થઇ શકે છે.

ગુજરાતી સંસ્કૃતિને સંગીત, નૃત્ય-સાહિત્ય દ્વારા દર્શાવાશે: "આપણો મલક"નું આયોજન કરનાર વક્તવ્ય વર્લ્ડ વાઈડના ફાઉન્ડર નીરજ નાવડિયાએ કહ્યું હતું કે, 'ગુજરાતની સંસ્કૃતિને સંગીત, નૃત્ય અને સાહિત્ય દ્વારા દર્શાવી શકાય અને નાના-બાળકો, યુવાનો, વડીલોને પણ મજા આવે તે રીતે આ ફોક મ્યુજિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકાય તેવી વ્યવસ્થા આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.

હાલ, ગોપીન ગામ ખાતે આ કોન્સર્ટની સમીપતા આંકીને જોરશોરથી કોન્સર્ટની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. આ જગ્યા પર એક ભવ્ય સ્ટેજનું નિર્માણ થઇ રહ્યું છે જેના પરથી આદિત્ય ગઢવી અને એમની ટિમ સૂર, સંગીત અને ડાન્સ સાથે લોકોને એક કદી વિસરી ના શકાય એવો અનુભવ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp