સુરત VNSGUમાં પ્રસૂન જોશી અને ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિતના સેલિબ્રીટીનો મેળો

PC: tosshub.com

સુરતના આંગણે ત્રણ દિવસીય જ્ઞાન મહાકુંભ યોજવા જઇ રહ્યો છે. જેમાં ભવિષ્યના ભારત પર તજજ્ઞો ચર્ચા કરશે. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આગામી 20થી 22 જાન્યુઆરી દરમિયાન સુરત ખાતે ભારત@2047 થીમ પર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન થશે. જેમાં 11 જેટલા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરાશે.

આ અંગે માહિતી આપતા સુરત લિટરેરી ફાઉન્ડેશનના ગોપાલ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરવા સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. 2047નું ભારત કેવું હશે તેના પર સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે 20થી 22 જાન્યુઆરી સુધી ભારત@2047 થીમ પર પરિસંવાદનું આયોજન કરાયું છે. ત્રણ દિવસીય આ પરિસંવાદમાં રાજનીતિ, ધર્મ, મીડિયા, પત્રકારિતા, વિદેશનીતિ, સિનેમા, મહિલા, ન્યાયપાલિકા અને શિક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર દેશ વિદેશના તજજ્ઞો દ્વારા ચર્ચા કરાશે.

ત્રણ દિવસીય કાર્યક્રમમાં વક્તા તરીકે ડો. વિજય ચૌથેવાલે, શશી થરૂર, કેપ્ટન આલોક બંસલ, અભય કરાંદિકર, નિરંજન કુમાર, પ્રફૂલા કેતકર, રંજન ગોગાઇ, મનીષ તિવારી, અશ્વિની ઉપાધ્યાય, એમ.આર.વેંક્ટેશ, પ્રસૂન જોશી, ચંદ્રપ્રકાશ દિવ્યેદી, અનંત વિજય, ઉદય મહુરકર, રાકેશ ગોસ્વામી, એલ.પી.પંત, રેખા શર્મા, શામિકા રવિ, સીનુ જોશેફ, પદમજા જોશી, અમન ચોપડા, શેફાલી પટેલ, અજય કુમાર તોમર, બંચ્છાનિધિ પાણી, આનંદ રંગનાથન, ગોપીનાથ કાનન, ઉપેન્દ્ર ગિરિ, અરવિંદ ગુપ્તા, ગૌતમ ચિકરમાને, અનુરાગ સક્સેના, હર્ષ મધુસૂદન, રંગરાજન ચિકુર બાલાજી, ઇમામ તવ્હિદી, એસ્થર જોંહસોન વગેરે હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp