IVY Growthની સ્ટાર્ટઅપ સમિટમાં અલગ અલગ સ્ટાર્ટઅપને મળ્યું અંદાજિત 15 કરોડનું ફંડ

PC: Khabarchhe.com

સુરત સ્થિત અગ્રણી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સક્ષમ કરનાર IVY Growth  એસોસિએટ્સ દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટ ટ્વેન્ટીવન બાય સેવન્ટી ટુની બીજી આવૃત્તિને ભવ્ય સફળતા મળી છે. સમિટના અંતિમ દિવસે 10 હજારથી વધુ અને 3 દિવસમાં 16000થી વધુ મુલાકાતીઓ પહોંચ્યા હતા. જ્યારે 3 દિવસમાં આવેલા રોકાણકારો સમક્ષ 25 જેટલા સ્ટાર્ટઅપે પિંચિંગ કર્યું હતું અને રોકાણકારોએ પણ રસ દાખવી 15 કરોડ રૂપિયાનું ફંડિંગ જુદા જુદા સ્ટાર્ટઅપમાં કર્યું છે. આ દરમિયાન શાર્ક ટેન્ક ફેમ અને બોટ ના કો ફાઉન્ડર અમન ગુપ્તા અને ગઝલ અલઘે ઉપસ્થિત રહી પોતાના અનુભવ અને સ્ટેટ્રેજી વિશે જણાવ્યું હતું. ગઝલે જણાવ્યું હતું કે મામાઅર્થની જ્યારે શરૂઆત કરી ત્યારે નાના બાળકો માટે પ્રોડેક્ટ બનાવતી હતી. ત્યારબાદ માતાઓ માટેની પ્રોડક્ટ બનાવની શરૂઆત કરી અને હવે દરેક માટે પ્રોડેકટ બનાવે છે. હાલ તેમની કંપનીમાં 3 હજારથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

મહિલા ઉધોગ સાહસિકો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2016 કરતા હવે મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે કોઈએ પણ પોતાના લક્ષ્યને અધૂરામાં છોડવું નહીં જોઈએ. વળગી રહેશો તો સફળતા ચોક્કસ મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિએ દેશ અને સમાજ માટે કઈક કરવું જોઈએ. એટલે જ હું મારી કમાણીમાંથી થોડોક હિસ્સાઓ વૃક્ષ રોપણ પાછળ ખર્ચ કરુ છું અને ભવિષ્યમાં મામાઅર્થ ફોરેસ્ટ બનાવવાનું લક્ષ્ય છે. આ સાથે જ તેમણે લોકોના સવાલોના જવાબ પણ આપ્યા હતાં. પિચિંગ માટે સિલેક્ટ થયેલા 25 સ્ટાર્ટઅપમાંથી 10 સ્ટાર્ટઅપ એ શનિવારે અને બાકીના સ્ટાર્ટઅપે રવિવારે પીચિંગ કર્યું હતું. જેમાં સુરત ચાર સ્ટાર્ટઅપ સામેલ હતા. સાથે જ 80 જેટલા સ્ટાર્ટઅપ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp