ગેમ રમતી દીકરીને મોબાઇલમાં બીજી મહિલા સાથે મળ્યા પિતાના અશ્લીલ ફોટા, પછી...

PC: outlookindia.com

સુરતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ 11 વર્ષની દીકરીને માર મારવાને લઇને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, દીકરી તેના પિતાના મોબાઇલમાં ગેમ રમી રહી હતી. દીકરીએ રમતા-રમતા મોબાઇલની ગેલેરીને ઓપન કરી તો તેમા પિતાની બીજી મહિલા સાથે અશ્લીલ તસવીરો હતી. દીકરીના પિતાના ફોનમાં બીજી મહિલા સાથે તસવીરો હોવાની જાણકારી પોતાની મમ્મીને આપી. પિતાના લવ અફેરનો ખુલાસો થવા પર પતિએ દીકરીને માર માર્યો હતો.

સુરતના આનંદનગરમાં રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 2010માં તેણે જોધપુરમાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જે અમદાવાદની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ પતિ અને તેના પરિવારજનોએ હેરાન કરવાનું શરૂ કરી દીધુ. મહિલાનો આરોપ છે કે, પતિને ઘણી મહિલાઓમાં રસ હતો. જ્યારે તે તેનો વિરોધ કરતી હતી તો તે તેને માર મારતો હતો. સાસરિયાઓ પણ પતિનો જ પક્ષ લેતા હતા.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, 2011 અનો 2013માં ઘરેલૂં હિંસાને લઇને પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ, દબાણને કારણે તેની સાથે સમાધાન કરવુ પડ્યું હતું. ગત મહિને 16 જૂને દીકરી પોતાના પિતાના ફોન સાથે રમી રહી હતી અને તેણે ભૂલમાં મોબાઈલમાં પિક્ચર ગેલેરી ઓપન કરી દીધી. તેમા તેને પોતાના પિતાની કોઈ અન્ય મહિલા સાથે અશ્લીલ તસવીરો મળી. સગીર દીકરીએ તે અંગે પોતાની માતાને જણાવ્યું. લવ અફેરના ખુલાસા બાદ પિતાએ દીકરીને માર માર્યો હતો. માતાએ દીકરીને બચાવવાનો પ્રયત્ન કર્યો તો પિતાએ પત્ની પર પણ હુમલો કર્યો હતો. આરોપ છે કે, પિતાએ માતા-દીકરીને ધક્કો માર્યો, જેમા તેમને ઈજા પહોંચી.

પતિના હિંસક થવા પર પત્નીએ પોલીસને સૂચિત કરી. આનંદનગર પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી પરંતુ, તેના પતિએ પોલીસની સામે જ તેના પર હુમલો કરી દીધો. તેમ છતા મહિલાએ આનંદનગર પોલીસમાં કોઈ ફરિયાદ ના આપી પરંતુ, 7 જુલાઈએ ફરીથી પતિ દ્વારા ઝઘડો કરવા પર મહિલાએ સમગ્ર મામલાને લઇને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાએ પતિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસે ઘરેલૂં હિંસાની ધારાઓમાં આ મામલા અંગે ફરિયાદ દાખલ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp