
29 જાન્યુઆરીએ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા હર્ષદ મહેતા DCP ZONE - 5ની અધ્યક્ષતામાં સાંજે 7 વાગે કોસાડ H-1 આવાસમાં મિશન કોસાડ આવાસ કાર્યક્રમ અંતર્ગત જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોસાડ H - 1 આવાસના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે DCP હર્ષદ મહેતા તેમજ ACP આર.પી. ઝાલા અને અમરોલી પોલીસ સ્ટેશનના PI બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઘણા ભાઈ બહેનોએ સક્રિય સહભાગ લઈ DCP સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા. આ ઉપરાંત શિક્ષણ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, રોજગારી, આરોગ્ય, સરકારી સહાયતા જેવા ઘણા લોકહિતના કાર્યક્રમો વિષે હર્ષદ મહેતા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા અને પોલીસ વિભાગ આપને મદદ કરવા હંમેશા તત્પર છે. એમ કહી સૌને પોલીસને સહકાર કરવા હાકલ કરી. આ ઉપરાંત ડ્રગ્સના ચંગુલમાં આપણા બાળકો અને યુવાઓ નહીં ફસાય તે માટે સૌ માતા પિતાને પોલીસને સહકાર કરવા કહેવામાં આવ્યું.
પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સ અથવા નશાખોરીને સામે કડક પગલાં લેવામાં આવશે તેમજ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું. વળી કોસાડ આવાસમાં ઘણી જગ્યાએ સૂચન પેટી મૂકવી અને કોઈને સમસ્યા હોય તો તે સૂચન પેટીમાં સૂચના આપી શકે તેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરી અને પોલીસ દ્વારા તે સૂચનાઓ ને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું.
આ ઉપરાંત યુવાઓના રોજગાર, બહેનો માટે રોજગાર, વડીલો અને સિનિયર સિટીઝન માટે જરૂરી સહાય જેવા કાર્યક્રમો પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવશે તેમ કહ્યું. આ કાર્યક્રમમાં H-1 કોસાડ આવાસના સ્થાનિક વડીલો, સમાજ અગ્રણીઓ, બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
કોસાડ આવાસમાં વર્ષોથી શિક્ષણ કાર્ય કરતા સામાજીક કાર્યકર બીના બારોટ દ્વારા હર્ષદ મહેતા DCP સુરત સાથે મુલાકાત કરવામાં આવી. કોસાડ આવાસમાં તેની ઓળખ બદલવા કેટલાક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
મિશન કોસાડ આવાસ અંતર્ગત 29 જાન્યુઆરીના રોજ DCP હર્ષદ મહેતાની અધ્યક્ષતામાં અમરોલી પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. જેમાં DCP દ્વારા, સ્વચ્છતા, શિક્ષા, સુરક્ષા, રોજગારી, સિનિયર સિટીઝન માટે સેવાઓ અને say no to drugs જેવા વિષયો પર લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો.
આ મિશન અંતર્ગત H1 કોસાડ આવાસમાં સૂચના પેટી શરૂ કરવામાં આવશે. ઊપરાંત આપણા બાળકોને ડ્રગ્સથી દૂર રાખવા અને તેના પરિણામો વિશે સંવેદનશીલ ચર્ચા કરી તેમજ ડ્રગ્સ અને યુવાઓને ગેરમાર્ગે દોરતા ગુન્હેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત લોકોએ પણ તેમની સામે પોતાનો પ્રશ્નો રજૂ કર્યા. કાર્યક્રમમાં DCP ઉપરાંત ACP આર. પી. ઝાલા, અમરોલી PI બ્રહ્મભટ્ટ, શકુન ગ્રુપના વિજય અડતાલા, પરેશ પટેલ તેમજ SMC ના હેલ્થ ઇન્સ્પેક્ટર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. DCP દ્વારા આવાસના યુવાનો, અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp