શું તંત્ર ભાજપના સાંસદનું પણ નથી સાંભળતું કે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે છે

PC: twitter.com

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નર્મદા નદીમાં થતાં રેતખનનના મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને નર્મદામાં થતું ગેરકાયદેસર રેતખનન અટકાવવા માંગ કરી હતી. સાંસદે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવાયું હતુંકે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં નર્મદાના પટમાંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવાનું કામ જોરશોરથી ચાલે છે. નારેશ્વર નજીક લિલોડ ગામ તેમજ ઓઝ ગામથી સામે કાંઠે સુધી નદીમાં ગેરકાયદેસર મોટા પાળા બનાવ્યા છે, જેના કારણે નદીનો પ્રવાહ રોકાય છે.નદીના પટમાંથી 5 મીટરની ઉંડાઈથી રેતી કાઢવાની મંજુરી સરકારમાંથી આપવામાં આવે છે. પરંતું રેત માફિયાઓ 25 થી 30 મીટરની ઉંડાઈથી રેતી કાઢે છે.

રાતના ‍11 થી 12 વાગ્યા સુધી રેતીની ટ્રકો ચાલે છે.મોટાભાગની ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેત માફિયાઓ રોયલ્ટીની ચોરી કરે છે. સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું હતુકે મોટાભાગના આ રાજકીય મોટા માથાઓ આ પ્રકારનું ગેરકાનૂની કાર્ય કરે છે. આ બાબતે ઉંડી તપાસ કરીને ગેરકાયદેસર થતું રેતખનન અટકાવવા સાંસદે માંગ કરી હતી. ઉલ્લેખનીય છેકે નર્મદા વડોદરા જિલ્લા સહિત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતખનન થતું હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.

ત્યારે સાંસદે નિયમોનો ભંગ કરીને રેતી ઉલેચતા રેત માફિયાઓ પ્રત્યે લાલ આંખ કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp