સુરતમાં કૂતરાઓનો આતંક, 2 વર્ષની બાળકી પર 4 કૂતરા તૂટી પડ્યા, 30થી વધુ બચકા ભર્યા

PC: khabarchhe.com

સુરતથી એક હચમચાવી એવી ઘટના સામે આવી છે. અહીં, ખજોદ વિસ્તારમાં આવેલા ડાયમંડ બુર્સની પાસે મજૂરી કામ કરતા પરિવારની માત્ર બે વર્ષની બાળકીને શ્વાનોએ બચકાં ભર્યા હતા. આથી ગંભીર રીતે ઘાયલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે 3થી 4 શ્વાનોએ બાળકીના શરીર પર 30થી 40 બચકાં ભર્યા છે. હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરત શહેરમાં રખડતાં ઢોર સાથે રખડતાં કુતરાઓનો પણ આતંક વધ્યો છે. અહીં ખજોદ ડાયમંડ બુર્સ પાસે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા શ્રમજીવી પરિવારની માત્ર બે વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. તે વખતે 3થી 4 જેટલા શ્વાન ત્યાં આવ્યા હતા અને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકીને 30થી 40 બચકાં ભર્યા હતા. જોકે સ્થાનિક લોકોએ શ્વાનોને ભગાડી બાળકીનો જીવ બચાવ્યો હતો. આ અંગે પરિવારને જાણ થતા બાળકીને નજીકની હોસ્પિટલ લઈ આવ્યા હતા. તબીબોએ બાળકીને જરૂરી સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરી છે.

તબીબે જણાવ્યું કે બાળકીને માથા, હાથ, પગ, મોઢાના ભાગે ઇજાઓ થઈ છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા વરાછા અને ત્યાર બાદ વેડરોડ વિસ્તારમાં શ્વાનો દ્વારા લોકો પર હુમલા થયા હોવાના સમાચાર આવ્યા હતા. ત્યાર હવે શ્વાનોના આતંકની વધુ એક ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp