તમાકુ ચોળ્યા પછી પિતાએ દીકરીને ચપ્પુના 25 ઘા ઝીંકી દીધા, કારણ ચોંકાવનારૂં
સુરતમાં નજીવા વિવાદ બાદ પિતાએ જ પોતાની દીકરીની 25 વાર ચપ્પૂના ઘા મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી. હવે આ હત્યાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુરત પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી લીધી છે. વાયરલ થયેલો CCTV વીડિયો સુરતના કડોદરા વિસ્તારનો છે. હત્યા 18 મે, 2023ની રાત્રે 11 વાગીને 20 મિનિટ પર કરવામાં આવી છે.
ઘટનાના જે CCTV વીડિયો સામે આવ્યા છે, તેમા હત્યાનો આરોપી રામાનુજ તંબાકુની ડબ્બીમાંથી તંબાકુ કાઢીને મિક્સ કરે છે અને પછી ખાય છે. ત્યારબાદ પોતાની કમરમાંથી ચપ્પૂ કાઢીને પોતાની પત્ની પર હુમલો કરી દે છે. પિતા દ્વારા મમ્મી પર ચપ્પૂ વડે હુમલો કરાયા બાદ જ્યારે દીકરી બંનેને સમજાવવા આવી તો આરોપીએ તેને પણ ના છોડી. મમ્મીને બચાવવા વચ્ચે આવેલી દીકરી ચંદાને તેના પોતાના જ પિતાએ ચપ્પૂ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી.
હત્યા અને હત્યાના પ્રયાસના મામલામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી રામાનુજને પોતાના કર્યા પર જરા પણ પસ્તાવો નથી. જે ચપ્પૂ વડે રામાનુજે પોતાના પરિવાર પર હુમલો કર્યો અને દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી તેને પણ પોલીસે જપ્ત કરી લીધો છે. કડોદરા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર. એસ. પટેલે જણાવ્યું કે, 18 મેની રાત્રે આશરે 11 વાગ્યે કડોદરા વિસ્તારની સત્ય નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બિહારના એક પરિવારમાં અગાસીમાં સુવાને લઇને ઝઘડો થયો હતો.
પત્ની રેખા બેન અને તેના પતિ રામાનુજ વચ્ચે અગાસીમાં સુવાને લઇને ઝઘડો શરૂ થયો હતો જેને છોડાવવા માટે વચ્ચે દીકરી ચંદા બેન આવી ગઈ. રામાનુજે દીકરી પર ચપ્પૂ વડે આશરે 20થી 25 વાર વાર કરી દીધો જેમા છોકરીનું મોત થઈ ગયુ. ત્યારબાદ પણ પતિ રામાનુજ ના અટક્યો અને પત્ની પર હુમલો કરવા માટે છત તરફ દોડી ગયો હતો. તેની પત્નીને પણ માથામાં, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળકો વચ્ચે છોડાવવા માટે આવ્યા તો આરોપીએ તેમના પર પણ હુમલો કરી દીધો. આ મામલામાં પત્ની રેખા બેનની ફરિયાદ પર પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp