નવી કારમાંથી નવા સાયલેન્સર કાઢી જૂના સાયલેન્સર લગાવતી ગેંગ સક્રિય

PC: khabarchhe.com

અંકલેશ્વરમાં અલગ અલગ ત્રણ સ્થળે પાર્ક કરેલા ઇકો કારમાંથી વાહન ચોરો જુના સાઇલેન્સર લગાવી નવા સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની વાલીયા ચોકડી સ્થિત જૂની કોલોનીમાં રહેતા રવિન્દ્ર એમ કુલકર્ણીએ પોતાની ઇકો કાર નંબર જીજે 16 સીએન 8027 ઘર પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોર કાકી તેઓની ઇકો કારમાં રહેલા નવું સાઇલેન્સર કાઢી જૂનું સાઇલેન્સર ફીટ કરી 80,000 થી વધુ મુદ્દા માલને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોડે અંગે કાર માલિકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ કોટકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રણવીર સિંહ ભુપેન્દ્રસિંહ રાજે પોતાની ઇકો નંબર gj 16 cs 7515 તારીખ પાંચમી ફેબ્રુઆરીના રોજ સિદ્ધેશ્વર શોપિંગ સેન્ટરની સામેના ખુલ્લા પ્લોટમાં વાત કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન વાહન ચોરો તાતકી તેઓને કારમાં રહેલા નવું સાઇલેન્સર કાઢી તેના બદલે જૂનું સાઇલેન્સર કીટ ફીટ કરી રૂપિયા 25,000 ના મુદ્દા માલને ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોળી અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝનમાં કરી હતી પોલીસે સાયલેન્સર ચોરીનો ગુનો નોંધે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp