દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન

PC: Khabarchhe.com

૦7/૦5/2023ને રવિવારના રોજ દત્તાશ્રય પાલખી યાત્રાનું ભવ્ય આયોજન આચાર્ય ભાવિન પંડ્યા, આચાર્ય મનન પંડ્યા તથા દત્તાશ્રય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10:૦૦ કલાકે દત્તાશ્રય ધામે ગુરુ મહારાજનું પાદુકા પૂજન થશે.

અને પાલખી યાત્રા બપોરે 3:૦૦ કલાકે દત્ત મંદિર કોસંબાથી પ્રારંભ થઈ સાંજે 7:૦૦ કલાકે દત્તાશ્રય ધામ પહોંચશે.  ભવ્ય પાલખી યાત્રા ઢોલ, નગારા સાથે સજ્જ હશે. ગાયક ચિંતન પટેલ (ઉમલ્લા) પણ પોતાના દત્ત ભજનોની ભક્તિ વરસાવશે.

ત્યારબાદ દત્તાશ્રય ધમે સાંજે 7:30 કલાકે 11000 દીવાઓથી દત્ત આરતી કરવામાં આવશે. કોસંબા આજુબાજુના લગભગ 15-20 ગામો આ ભવ્ય યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે જે સનાતન ધર્મની જાગૃતિ માટે ખૂબ સરહાનીય છે. સૌ દત્ત ભક્તોને આમંત્રણ સહ વિનંતી કે આપ આ પાલખી યાત્રામાં પધારો અને ગુરુ મહારાજની ભવ્ય નગર યાત્રાને આપણે સૌ ભેગા મળી ઉત્સવ ભેર ઉજવ્યે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp