હાર્દિકના અજમેરના ફોટા અંગે શું કહ્યું નિખિલ સવાણીએ, જાણો

PC: Khabarchhe.com

ખેડૂતોનાં દેવા માફી તેમ જ પાટીદારોને અનામત મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલે 19 દિવસ બાદ પારણાં કરી લીધાં પણ વિવાદ હાર્દિકનો પીછો છોડતું નથી. ટૂંકમાં, કહીએ તો હાર્દિક અને વિવાદ એકબીજાનાં પર્યાય બની ગયાં છે.

આ વિવાદ એવો છે કે હાર્દિક ગયા વર્ષે અજમેરમાં આવેલી દરગાહ પર માથું ટેકવવા ગયેલો ત્યારના બે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે અને તેના વિરુદ્ધમાં ટીપ્પણી કરવામાં આવી છે.

 

આ બાબતે જ્યારે PAASનાં કન્વીનર નિખિલ સવાણી સાથે વાતચીત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, હાર્દિકને બદનામ કરવાનું એક ચોક્કસ ષડ્યંત્ર ચાલી રહ્યું છે અને આ પ્રકારનાં ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ ભાજપનો બદઇરાદો છે. હાર્દિક ઉપવાસ છોડ્યાં બાદ અજમેર ગયો નથી અને જે ફોટા વાયરલ કરીને મેસેજ વહેતાં કરવામાં આવ્યાં છે, તે તદ્દન ખોટાં છે. હાર્દિક લગભગ એકાદ વર્ષ પહેલાં અજમેર દરગાહ ગયો હતો. 

નિખિલ સવાણીએ એવું પણ જણાવ્યું કે, PAAS અને હાર્દિકને બદનામ કરવાનું જે લોકો ષડ્યંત્ર કરી રહ્યાં છે અને ખોટાં મેસેજ વાયરલ કરી રહ્યાં છે તેમની સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પણ PAAS દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp