બાંધકામ સમયસર પુરુ ન થતા મામલો કોર્ટમાં, રકમ વ્યાજ સહિત ચુકવવા કોર્ટનો હુકમ

PC: ipleaders.in

સુરતના લાલ દરવાજા વિસ્તારના કોકીલાબેન કાયસ્થ તેમજ જ્યોતીબેન કાયસ્થએ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઇ અને પ્રાચી અર્પીત દેસાઇ મારફત વિજય ફીનાવીયા અને જયદીપ ફીનાવીયા વિરુધ દાખલ કરેલ ફરિયાદ મુજબ શુક્ન રેસીડન્સી નામે હાઉસિંગ સ્કીમનું આયોજન કરેલ હતું. જમીનમાં બંગલાનું બાંધકામ કરી વેચાણ આયોજન કર્યું હતું. જેના માટે કોકીલાબેન અને જ્યોતિબેને જુદા જુદા સમયે પેમેન્ટ પણ આપ્યું હતું. ફરિયાદીએ રકમ વ્યાજ સહિત પરત મેળવવા દાદ માંગી હતી.

સુરત ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખીયા તથા સભ્ય પૂર્વીબેન જોષી તથા તીર્થેશ મહેતાએ કોકીલાબેનને રૂપિયા 2,50,000 અને જ્યોતિબેનને રૂપિયા 2,60,000 વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp