- Gujarat
- સુરતમાં બાળક સિક્કો ગળી જતા અન્નનળીમાં ફસાઈ ગયો, કરવી પડી સર્જરી
સુરતમાં બાળક સિક્કો ગળી જતા અન્નનળીમાં ફસાઈ ગયો, કરવી પડી સર્જરી
3 વર્ષનું બાળક સિક્કો ગળી જતા અન્નનળીના ભાગે ફસાઈ જતા બાળકની સર્જરી કરવી પડી હતી. માતા પિતા માટે આ લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ પ્રકારે અવાર નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની છે. ઘણીવાર આ પ્રકારના કિસ્સામાં બાળક એકલું રમતા આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે જે ખરાઅર્થમાં ચિંતાજનક છે. ત્યારે આ બાળકને પણ સિવિલ લઈ જઈ તેની સર્જરી કરવાની ફરજ પડી હતી.
સુરતમાં રમતા રમતા 3 વર્ષના બાળકે એક રૂપિયાનો સિક્કો ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે માતા પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ચિંતામાં આવી ગયા હતા અને આ સિક્કો કેવી રીતે નિકળશે તેને લઈને ખૂબ મૂંઝવણ અનુભવી હતી.

બાળકની માતાને ખબર પડી ત્યારે તેણે બાળકના મોઢામાંથી સિક્કો કાઢવાના ખૂબ જ પ્રયાસ કર્યા હતા. જો કે બાળકની અન્નનળીમાં ફસાયેલો સિક્કો બહાર આવી શક્યો ન હતો. છેવટે બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં માતા પિતા લઈ આવ્યા હતા.
સિવિલના તબીબો દ્વારા બાળકનો એક્સ રેનો કાઢવામાં આવ્યો હતો એક્સરે રિપોર્ટમાં બાળકની અન્નમળીમાં સિક્કો ફસાયેલો જોવા મળ્યો હતો. છેવટે આ પ્રકારની સ્થિતિમાં ડૉક્ટરે દૂરબીન વડે સર્જરી કરીને સિક્કો કાઢ્યો હતો. આ પ્રકારના કિસ્સામાં બાળકો વધુ મુશ્કેલીમાં મુકાઈ શકે છે જેથી સાવધાની પણ બરતવી ખૂબ જ જરૂરી છે.

