
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબારી ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સી.આર.પાટીલે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ થી વધુ મતોથી જંગી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર સાંસદ છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઇ 2022માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી.
ભાજપે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, સી.આર.પાટીલે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજ્યના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા તેમજ મતદારો પ્રત્યે ડોર ટુ ડોટ કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
પાર્ટીએ પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષને ભવ્યથી ભવ્ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp