જીવનભારતી મંડળનું ગૌરવ વધાર્યું

PC: Khabarchhe.com

NJ Charitable Trust અને Rotary Club of Udhna સંયુક્ત ઉપક્રમે આયોજિત SCI-FI An Innovation Fairમાં 70 શાળાઓએ ભાગ લીધો હતો. જીવનભારતી દ્વારા અમી નાયક Director Research Labના માર્ગદર્શન હેઠળ ચાર પ્રોજેક્ટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય, પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ ગિરિજા, શૈલજા અને પ્રાચી દ્વારા રજુ કરવામાં આવેલ Distance Measuring Device પ્રોજેક્ટ પ્રથમ ક્રમ મેળવી વિજય જાહેર થયેલ છે.

જીવનભારતી કિશોરભવનના વિદ્યાર્થીઓ વત્સલ, પાર્થ અને દેવસ્ય દ્વારા મુકવામાં આવેલ Electrical Chimney પ્રોજેક્ટ દ્વિત્તિય ક્રમ મેળવી રનર અપ થયેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોકડ રકમ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ છે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ Atal Lab દ્વારા ચલાવાતા Artifical Intelligence Coding classના વિદ્યાર્થીઓ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શન અમી નાયકને જીવનભારતી મંડળ અભિનંદન પાઠવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp