સુરતમાં 8મીએ 'પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ' કાર્યક્રમ

PC: Khabarchhe.com

અંગદાન જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રવિવાર 8 જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ”નું આયોજન કરાયું છે.

એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી અંગદાન માટે સમાજમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજી, ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લે અને વધુ ને વધુ વ્યક્તિઓ તેમના બ્રેઇનડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને કિડની, લિવર, ફેફસા અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આગળ આવે તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓના પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન ડોનેટ લાઈફ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા રવિવાર તા. 8 જાન્યુઆરી 2023ના રોજ સવારે ૦8:૦૦ કલાક થી બપોરે 12:30 કલાક દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ડુમસ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ડોનેટ લાઈફ દ્વારા ગ્રાઉન્ડ ઉપર પતંગ અને ફિરકીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ પતંગોત્સવમાં ઓક્ટોમ્બર, 2021અને જાન્યુઆરી, 2022માં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી દાન કરાવેલા હાથોના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મેળવનાર પુનાનો 31 વર્ષીય યુવાન તેમજ ઓરંગાબાદની35 વર્ષીય મહિલા તેમના પરિવારજનો સાથે ભાગ લેવા આવી રહ્યા છે. આ પતંગોત્સવમાં ઓર્ગન ડોનેશન કરનારના પરિવારજનો, શહેરની વિવિધ હોસ્પીટલના સંચાલકો, સુરત શહેરના ડોક્ટરમિત્રો, સામાજિક સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ, સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ, શહેરના વિવિધ વિભાગના વડાઓ તથા શહેરીજનો સાથે મળીને પતંગના માધ્યમથી સમાજમાં અંગદાન- જીવનદાનનો સંદેશો ફેલાવશે. આ પતંગોત્સવમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજમાં અંગદાન-જીવનદાનનો સંદેશો ફેલાવવા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp