હું ISRO વૈજ્ઞાનિકો,140 કરોડ ભારતીયોને, PM મોદીને અભિનંદન આપું છુંઃ મોરારી બાપુ

PC: Khabarchhe.com

મહુવા: ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરની ખૂબ જ અપેક્ષિતક્ષણ બુધવારે સાંજે સામે આવી, જેના પર મોરારી બાપુએ ખુશી વ્યક્ત કરી હતી એટલું જ નહિ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના પણ કરી હતી.

મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે તુલસી જન્મોત્સવમાં ભાગ લઈ રહેલા મોરારી બાપુએ જણાવ્યું હતું કે “અમારી તુલસી જયંતિની સમોરોહની વચ્ચે અમે એક મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા કારણ કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર હળવેથી નીચે ઉતર્યું અને અમારા હૃદયને ગર્વથી ભરી દીધું. બરાબર 400 વર્ષ પહેલાં પૃથ્વીએ તુલસીદાસજીના રૂપમાં ચંદ્રનો જન્મ જોયો હતો અને આજે તુલસી જયંતિના અવસરે ચંદ્રયાને ચંદ્રને ભેટી લીધો છે.

મોરારી બાપુએ એમ પણ કહ્યું હતું કે, તેમને મિશનની સફળતા અંગે વિશ્વાસ હતો કારણ કે સાધુ અને સંતો સહિત સમગ્ર દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો હતો. ચંદ્રયાન-૩ મિશનની સફળતા માટે ભગવાન હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરતાં તેમણે કહ્યું, 'હું ઈસરોના વૈજ્ઞાનિકો, 140 કરોડ ભારતીયોને અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક અભિનંદન આપું છું, જેમના નેતૃત્વમાં અમે આ ઐતિહાસિક માઇલ સ્ટોન હાંસલ કર્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp