26th January selfie contest

Video: વરરાજાના સ્વાગતમાં સાસુએ પીવડાવી સિગરેટ, વીડિયો જોઈ ભડક્યા યુઝર્સ

PC: instagram.com/reel

આજકાલ દેશમાં લગ્નોનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં હાલ લગ્નો સાથે સંકળાયેલા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ તમે દંગ રહી જશો કે હવે લગ્નોમાં કેવા-કેવા રીત-રિવાજો થવા માંડ્યા છે. હિંદુ ધર્મ અનુસાર, લગ્નમાં ઘણા રિવાજો હોય છે. જેને પૂર્ણ કરવા અનિવાર્ય હોય છે, પરંતુ આ રિવાજોને જોઈને તમે પણ દંગ રહી જશો. લગ્નોમાં વરરાજાને મિઠાઈ અથવા પાન ખવડાવવાનો રિવાજ તો તમે જોયો જ હશે પરંતુ, આ રિવાજ છે સિગરેટ પીવડાવવાનો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વર- વધુ એકબીજા સાથે બેઠેલા દેખાઈ રહ્યા છે. સગા-સંબંધીઓ પણ સાથે સ્ટેજ પર હાજર છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક મહિલા વરરાજાને સિગરેટ આપી રહી છે. તેમજ, એક વ્યક્તિ સિગરેટ સળગાવી રહી છે. આ રિવાજને જોઈને દરેક વ્યક્તિ ચોંકી ગઈ છે. આપણા દેશમાં યુવાનો માતા-પિતા અને સગા-સંબંધીઓથી સિગરેટ સંતાડીને રાખે છે પરંતુ, અહીં તો સગા-સંબંધીઓ જ વરરાજાને સામેથી સિગરેટ આપી રહ્યા છે. વીડિયો જોતા લાગી રહ્યું છે કે, આ કોઈ લગ્નનો રિવાજ છે, જેને મહિલાઓ પૂરો કરી રહી છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર બ્લોગર જૂહી કે. પટેલે શેર કર્યો છે. યુવતીએ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે, લગ્નમાં અમે આજે એક નવી પરંપરા જોઈ છે જેમા, થનારી સાસુ વરરાજાનું સ્વાગત મિઠાઈની સાથે બીડી અને પાન સાથે કરે છે. વીડિયોને 40 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. તેમજ, વીડિયો પર ઘણા ચોંકાવનારા રિએક્શન પણ સામે આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હિંદુ રિવાજથી લગ્ન કરી રહ્યા હો તો, પોતાના સંસ્કાર ના ભૂલવા જોઈએ, જો તમે વધુ ટ્રેન્ડી બનવા માંગતા હો તો પ્લીઝ હિંદુ રિવાજોનો ઉપયોગ ના કરો. 

View this post on Instagram

A post shared by Joohi K Patel (@joohiie)

આ વીડિયો પર આવી રહેલી નેગેટિવ કમેન્ટ્સ જોયા બાદ વીડિયો શેર કરનારી બ્લોગર જૂહી પટેલે આ રિવાજ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું કે, આ માત્ર એક રિવાજ છે. જે વર્ષોથી દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાંઓમાં આજે પણ નિભાવવામાં આવી રહ્યો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વરરાજાને માત્ર સિગરેટ આપવામાં આવી છે અને તેને સળગાવવામાં પણ નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp