સુરતના વરાછામાં કોરોનાથી એકનું મોત, તેમના પરિવારના 15નું ટેસ્ટિંગ કરાયું
દેશમાં કોરોના મહામારી ફરી માથું ઊચકી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ દેશભરમાં કોરોનાના કેસ વધીને 3 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. સુરતમાં અઢી મહિના બાદ કોરોનાથી એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે. કોરોનાની સાથે હવે વધુ એક વાઇરસે ચિંતા વધારી છે. હોળીના તહેવાર બાદ રાજ્યમાં H3N2 વાયરસના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ છે જે એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે. આ વાઇરસ અનેક રોગોનું કારણ છે.
રાજ્યમાં છેલ્લા અમુક સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અઢી મહિના બાદ સુરતના કાપોદ્રા વિસ્તારની એક 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી વૃદ્ધાની મોત બાદ તેમના પરિવારના 15 લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. છેલ્લા બે જ દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં હોળી બાદ H3N2 સંક્રમણના કેસમાં પણ વધારો થયો છે. કોરોના બાદ હવે H3N2એ ચિંતા વધારી છે. ડોક્ટરોએ પણ લોકોને જાહેર જગ્યામાં માસ્ક પહેરવા અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા સલાહ આપી છે.
જણાવી દઈએ કે, બેવડી ઋતુના કારણે રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. સુરતમાં પણ બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગાચાળામાં વધારો થયો છે. સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 2, જ્યારે કોરોનાના 4 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં કમળાના 6, ગેસ્ટ્રોના 71 કેસ, ટાઈફોડના 22 અને મેલેરિયાના 8 કેસ નોંધાયા હતા. ઉપરાંત, સ્વાઇન ફ્લૂમાં 2 કેસ એક અઠવાડિયામાં નોંધાયા છે. સુરત શહેરમાં શરદી, ઉધરસ અને તાવ સહિતના વાયરલના કેસોમાં વધારો થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
માહિતી મુજબ, ગત 30 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન દેશમાં કોરોનાના કુલ 1898 નવા કેસ નોંધાયા હતા, જે તેના પ્રથમ સપ્તાહમાં આવેલા કોરોના કેસ કરતાં 63% વધુ છે. આ પહેલા 20થી 26 ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના 1163 કેસ અને 3થી 19 ફેબ્રુઆરી દરમિયાન 839 કેસ નોંધાયા હતા. સુરતમાં અઢી મહિના બાદ કોરોનાથી 60 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp