ભરણપોષણની સગવડ નહીં કરતા પતિને માસિક 11000 હજાર ચૂકવવા કોર્ટનો હુકમ

PC: jantaserishta.com

કેસની વિગત મુજબ અરજદાર પત્ની લક્ષ્મી રાધવાણી તેમના લગ્ન જયેશ વાધવાણી સાથે 2005માં થયા હતા. (બંનેના નામ બદલેલા છે) બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્રી અને એક પુત્રનો જન્મ થયેલો હતો. જે બંને સંતાનો અરજદાર પાસે હતા.

પરીણીતા સાથે નાની નાની બાબતે વાંક ગુના વગર શારીરિક માનસીક ત્રાસ આપતા આવેલા, પતિ સાથેના અરજદાર પત્નીના લગ્નજીવનમાં અન્ય ઘરના પરીવારજનો દખલગીરી કરાવતા આવેલા. અરજદાર પત્ની ઘરનું કામકાજ કરતા હોવા છતાં સાસરી પક્ષના તમામ લોકો અરજદાર પત્નીને કામકાજ બાબતમાં મ્હેણા તોણા મારીને ઘરેલું હિંસાનો ભોગ બનાવતા આવેલા.

અરજદાર પરીણીતા તેમના પિયરે રહેવા ગયા બાદ પતિએ તમામ સંર્પકો તોડી નાખેલા અને અરજદાર તથા સંતાનોના ભરણપોષણની કોઇ જ સગવડ ન કરતા અરજદાર પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ભરણપોષણની અરજી સુરત ફેમીલી કોર્ટમાં દાખલ કરેલી હતી.

અરજદાર તરફે દલીલો થઇ હતી કે પત્નીનું તેના પિયરમાં રહેવા માટેનું વ્યાજબી કારણ છે, કોઇપણ પરીણીતા પતિનો ત્રાસ સહન કરવા બંઘાયેલી નથી. સામાવાળા પતિએ પત્નીને તેડી જવાના કોઇ પ્રયત્નો કરેલા નથી. સામાવાળા પતિ પોતાની આવક છુપાવવા અરજદાર પરીણીતા ઉપર ખોટા ખોટા આક્ષેપો કરે છે. અરજદાર પત્ની પાર્લરનું કામ કરે છે તેવા કોઇ પુરાવા પતિ લાવી શકેલા નથી. પતિએ અલગ થયા બાદ પુત્રીના હિત અને કલ્યાણ માટે એક પણ રૂપિયો આપેલ નથી.

તમામ દલીલોને ધ્યાને રાખીને સુરત ફેમીલી કોર્ટના મુખ્ય જજ એમ.એન. મન્સુરીએ અરજદાર પરીણીતા અને સંતાનોને માસિક રૂપિયા 11000 અરજી કર્યાની તારીખથી ભરણપોષણ પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા તુપ્તી ઠકકરે દલીલો કરેલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp