ગુજરાતમાં 69 IPSની બઢતી-બદલી, અમદાવાદ-વડોદરાના પોલીસ કમિશનર જાણો કોણ
.jpg)
ગુજરાતમાં ગુરુવારે 69 IPS અને 1 SPS અધિકારીઓની સાગમટે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. ગ્યાનેન્દ્રસિંહને અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવાયા છે. તેઓ દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા હવે હોમ કેડરમાં પાછા બોલાવી લેવામાં આવ્યા છે.
જ્યારે વડોદરાના પોલીસ કમિશ્નર ડો. સમશેર સિંહને ગાંધીનગરમાં DG ( લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની જગ્યાએ અનુપમ સિંઘ ગેહલોતને વડોદરાના પોલીસ કમિશ્નર બનાવાયા છે. અનુપમ સિંઘ સીઆઇડી(ઇન્ટેલિજન્ટ)ના એડિશનલ ડિરેક્ટર જનરલ હતા.
ડો. નીરજા ગોટરૂની ડિરેક્ટર,સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડસ, અમદાવાદ બદલી કરવામાં આવી છે.
સુરતમાં પોલીસ કમિશ્નર રહી ચુકેલા આર. બી. બ્રહ્મભટ્ટને ગાંધીનગર, CID ઇન્ટેલિજન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
નરસિંહા એન કોમરની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર બદલી કરવામાં આવી છે.
ડો. એસ પાંડિયન રાજકુમારની એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ( રેલવે), અમદાવાદ અને એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID (ક્રાઇમ અને રેલવે) તરીકે બદલી કરવામાં આવી છે.
સુરતના રેન્જ IG પિયુષ પટેલની બદલી કરવામાં આવી છે, પરંતુ તેમનું પોસ્ટિંગ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. સુરત રેન્જ IG તરીકે વી. ચંદ્રશેખરની નિમણુંક કરવામાં આવી છે.
બ્રજેશ કુમાર ઝાની અમદાવાદ સિટી જોઇન્ટ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. આ પોસ્ટ પર IPS એમ. એસ. ભરાડા હતા.
સુરત પોલીસ કમિશ્નર સેક્ટર-1માં વબાંગ જમીરની બદલી કરવામાં આવી છે. આ પોસ્ટ પર IPS પી એલ માલ હતા.
અભય ચુડાસમાની ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તરીકે ગ્રેડથી કેડર પોસ્ટમાં નિમણુંક કરવામાં આવી છે.
એમ. એ. ચાવડાની GSRTC, અમદાવાદની ખાલી પડેલી જગ્યા પર એક્સ કેડર પોસ્ટ પર નિમણુંક કરવામાં આવી છે.
સુરતના જોઇન્ટ પોલીસ કમિશ્નર ( ટ્રાફીક) ડી.એચ. પરમારની ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ( આર્મ્ડ યુનિટ), વડોદરાની ખાલી પડેલી એક્સ કેડર પોસ્ટ પર નિમણુંક કરવામાં આવી છે. તેમની જગ્યા પર એચ. આર ચૌધરીની જોઇન્ટ પોલીસ કમિશ્નર, સુરત ( ટ્રાફીક) તરીકે નિમણુંક કરવામાં આવી છે.
અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંઘની અમદાવાદ, રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp