પ્રજાસત્તાક દિને: યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ

સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાથી બચવવા માટે છેલ્લા 10 વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ ડ્રગ્સના દૂષણ સામે લોક જાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત શહેરની અનેક વ્યક્તિઓ અને પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા યુથ નેશનના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનુ દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જે લોકો ડ્રગની ચુંગલમાં ફંસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. આ માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રેલી, કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ સાંજે 5 વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુથી પ્રાઈમ શોપર્સથી વાય જંકશન સુધી આ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો.
જેમાં દસ જેટલા સ્ટેજ બનાવમાં આવ્યા હતા અને તેના પર શહેરના નામી કલાકારો દ્વારા ડાન્સ, લાઈવ બેન્ડ, યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુત થકી સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ, જોકર, કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજન માટેના પાત્રો હતા. આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp