કાનજી ભાલાળાએ જાણો એવું શું કર્યું છે કે તેમની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ

PC: Khabarchhe.com

સિવિલ ડિફેન્સ સુરત એકમના ચીફ વોર્ડન કાનજીભાઈ ભાલાળાની દીર્ઘકાલીન પ્રશંશનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રક માટે સિવિલ ડિફેન્સ ગુજરાત રાજ્યમાંથી એક વ્યક્તિ કાનજીભાઈ ભાલાળાના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ દુર્ઘટના સામે તાલીમ અને રક્ષણ આપવાના હેતુથી સરકારએ સિવિલ ડિફેન્સના સુરત એકમની સ્થાપના 1997થી થઈ છે. સુરત શહેર સિવિલ ડિફેન્સ દેશના સક્રિય યુનિટ પૈકી એક છે. ખૂબ મોટી સંખ્યામાં વોર્ડન્સ સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રની સેવા માટે જોડાયેલા હોય છે. સુરત શહેરમાં પોલીસ સ્ટેશન પ્રમાણે કુલ 24 સિવિલ ડિફેન્સના ડિવિઝન હાલ કાર્યરત છે. તમામ ડિવિઝનના સંકલન અને વ્યવસ્થા માટે નાગરિક સંરક્ષણના નિયંત્રક કલેક્ટર હોય છે અને સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન તરીકે કાનજીભાઈ ભાલાળા 2001થી કાર્યરત છે. સુરતના અગ્રણી સામાજિક કાર્યકર તરીકે અનેકવિધ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. દુર્ઘટના સમયે લોકસેવાના કાર્યમાં પણ અગ્રેસર રહ્યા છે.

2001માં નાગરિક સંરક્ષણ યુનિટમાં જોડાયા 2006થી ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે જવાબદારી સંભાળી હતી. 2020માં સુરત શહેર સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન તરીકે નિયુક્તિ થઈ હતી. સિવિલ ડિફેન્સમાં હજારો વોર્ડન્સ સેવાભાવથી જોડાયેલા છે. સુરતમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. 2006ના વિનાશક પુર સમયે નાગરિક સંરક્ષણ દળે બચાવ-રાહત-મેડિકલ-સફાઈ વગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. અનેક ઘટનાઓ સમયે પોલીસ તથા કલેકટર ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવતી હોય છે. સુરત યુનિટ પ્રશંસનીય કામગીરીમાં મુખ્ય માર્ગદર્શક તરીકે કાનજીભાઈએ કામગીરી કરી છે. 2001થી 2022 સુધીની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે ભલામણ થઈ હતી અને આજે જાહેરાત થઈ છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના એક કાર્યકર્તા તરીકે છેલ્લા 40 વર્ષથી કાનજીભાઈ ભાલાળા નોંધનીય કામગીરી કરી રહ્યા છે. હાલ તેઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ છે. સૈનિકોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા જય જવાન નાગરિક સમિતિ સુરતના તેઓ 1999થી મુખ્ય ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત 1995માં શરૂ થયેલ ગુજરાતની અગ્રણી સહકારી બેંક વરાછા કો-ઓપરેટીવ બેંકના તેઓ સ્થાપક ડિરેક્ટર છે અને એમ.ડી. તથા ચેરમેન તરીકે તેમને બેન્કિંગ સેક્ટરમાં મહત્વનું કાર્ય કર્યું છે. 

કોરોના મહામારી અને લોકડાઉનના સમયે ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોને સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી સરળતાથી ધિરાણ આપવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન મોહમ્મદ નવેદ શેખ તથા મેહુલ સોરઠીયા અને વિજય શૈરાએ સિવિલ ડિફેન્સ એકમ વતી અભિનંદન પાઠવ્યા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, જય જવાન નાગરિક સમિતિ સુરત તથા વરાછા કો- ઓપ. બેન્ક સુરત વતી કાનજીભાઈ આર. ભાલાળાની તેમની સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp