એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે સુરતમાં સપોર્ટ ગ્રુપ શરૂ

PC: khabarchhe.com

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ એ એક એવા પ્રકારનો રોગ છે જે શેના કારણે થાય છે અને તેના પરફેક્ટ ઉપચારનું હજુ વિજ્ઞાન સંશોધન કરી શકયું નથી. પણ તબીબની સલાહ અને જેમને રોગ થયો હોય તેવા લોકોના સપોર્ટથી તેને મેનેજ કરી શકાય છે. આ રોગ સારો થશે જ એવી કોઇ ખાત્રી આપી શકાતી નથી.એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસના દર્દીઓ માટે અંતરધ્વની ગ્રુપ દ્રારા સુરતમાં 2 ફેબ્રુઆરીથી સપોર્ટ ગ્રુપ શરૂ થવાનું છે. 

એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ અંગે માહિતી આપતાં રૂમેટોલોજીસ્ટ ડો,બંકીમ દેસાઇએ કહ્યું હતું કે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ શેના કારણે થાય છે અને તેનું પરફેકટ નિદાન શકય બન્યું નથી. પરતું આમા પીઠના નીચીને ભાગમાં અસહ્ય દુખાવો થાય છે અને ઘણી વખત કમર એ રીતે જકડાઇ જાય છે કે દર્દી સવારે પથારીમાંથી જલ્દી ઉઠી શકતો નથી. લોહીમાં ખરાબીને કારણે, પર્યાવરણ કે ખોરાકના પ્રોબ્લેમને કારણે એંકીલોઝીંગ સ્પોન્ડીલાઇટસ થઇ શકે છે. ખાસ કરીને 20થી 40 વર્ષના યુવાનોમાં અને ખાસ કરીને પુરુષોમા આ રોગ વધારે જોવા મળે છે.

આવા દર્દીઓને ડો. બંકીમ દેસાઇ, ડો. અલ્પના પરમાર, ડો.નિશિલ શાહ અને ડો. રોમી શાહ જેવા 4 રૂમેટોલોજીસ્ટ સલાહ સુચન કરશે અને ડો. શીતલ તથા અનીશ દિવાનજી કાઉન્સેલીંગ કરશે. સપોર્ટમાં દર્દીઓ પોતે જોડાશે અને એકબીજાને માર્ગદર્શન કરશે.સપોર્ટ ગ્રુપ કાઉન્સેલીંગ અને નિદાન મફતમાં કરશે અને જરૂરિયાત મંદોને દવા પણ મફતમાં અપાવવાની કોશિશ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp