26th January selfie contest

સુરત: અડધી રાતે પત્ની મોબાઇલ ફોન પર વાત કરતી હતી, પતિ જાગ્યો અને...

PC: twitter.com

સુરતથી એક ચોંકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમેરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતા એક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અડધી રાતે પરપુરુષ સાથે વાતો કરતા જોઈ ઝઘડો કરી મારામારી કરી હતી. જોકે પત્ની ભાગવા જતા પતિએ પત્નીને પકડી તેનું ગળુ દબાવી હત્યા કરી હતી. આ મામલે પોલીસે પતિની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં આવેલા અમરોલી-છાપરાભાઠા રોડ પર આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રહેતા અને રત્નકલાકાર કુલદીપપ્રસાદ બોધી શાકુ તેની પત્ની રીનાદેવી અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. બુધવારે રાત્રે જમ્યા બાદ પરિવાર સૂઈ ગયો હતો. દરમિયાન મધરાતે રીના દેવી મોબાઇલ પર વાત કરી રહી હતી. આવાજ થતા કુલદીપ જગી ગયો હતો. પત્ની કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરી રહી હોવાની શંકા રાખી કુલદીપે પત્ની રીનાદેવી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.

અગાઉ પણ રીનાદેવી કોઈ અજાણ્યા પુરૂષ સાથે વાતો કરતી હોવાની શંકા રાખીને કુલદીપે પત્નીને ઠપકો આપ્યો હતો. જો કે બુધવારે રાતે થયેલો ઝઘડો વધી જતા રીનાદેવી સ્વબચાવ માટે ઘરનો દરવાજો ખોલી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કુલદીપે રીના દેવીને પકડી સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતારી હતી. આ ઘટના અંગે અમરોલી પોલીસને જાણ થતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp