- Gujarat
- સુરત દેશનું પહેલુ એવુ શહેર જ્યાં સૌથી મોટા 10 પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોયઃ પાટીલ
સુરત દેશનું પહેલુ એવુ શહેર જ્યાં સૌથી મોટા 10 પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોયઃ પાટીલ
બજેટ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે, બજેટથી દરેક ક્ષેત્રે સારો વિકાસ થવાની સંભાવના છે. આ વખતે વિરોધપક્ષને વિરોઘ કરવાના કોઇ મુદ્દા મળ્યા નથી. બજેટ દેશના યુવાનો,મહિલાઓ,ખેડૂતો,માચ્છીમારો એમ દરેક વર્ગને ધ્યાને રાખી સંર્વાગી વિકાસ થાય તેમ રજૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ઘણા લાભો અંગે જાહેરાત થઇ છે દક્ષિણ ગુજરાતમાં આવેલી સુગર ફેકટરીને પણ ઇન્મક ટેક્ષમાં રાહત મળી છે.તેમજ મધ્યમ વર્ગને પણ રાહત આપવામાં આવી છે જેમા ઇન્કમ ટેક્ષની મર્યાદા જે પાંચ લાખની હતી તે બજેટમા 7 લાખ કરવામાં આવી છે. સિનિયરસ સિટિઝન વર્ગને પણ 15 લાખ સુઘી રોકારણ કરવાની મર્યાદા વધારી 30 લાખ સુઘી કરવામાં આવી છે. દરેક વર્ગને ધ્યાને રાખી ઉત્તમ બજેટ રજૂ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ કેન્દ્રીયમંત્રી નિર્મલા સિતારમણનો આભાર વ્યક્ત કર્યો.

સી.આર.પાટીલે સુરત મહાનગર પાલિકાના બજેટ અંગે જણાવ્યું કે, સુરત એ એવું શહેર છે જયા સૌથી મોટા 10 પ્રોજેક્ટ એક સાથે ચાલતા હોય તેવું દેશનું પહેલુ શહેર છે. સુરતમાં તાપી નદીનું શુદ્ધીકરણ સહિત અનેક વિકાસ લક્ષી કામો થવાના છે.સુરત એવુ પહેલુ શહેર છે કે જે પાણીમાંથી પણ આવક કરે છે. સુરતમાં આવનાર 50 વર્ષ સુઘી પીવાના અને ઉદ્યોગ માટેના પાણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં 960 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશનની કાયા પલટ કરવામાં આવશે. આવનાર દિવસમાં સુરત મહાનગર પાલિકીની 30 માળની ભવ્ય ઓફિસ બનવાની છે. સુરત મહાનગર પાલિકાએ નગરજનો ઉપર કોઇ પણ પ્રકારનો વઘારાનો વેરાનો બોજ નાખ્યો નથી. આ વખતે સુરત ન.પા.એ 2800 કરોડ જેટલા વિકાસના કામોનું આયોજન હાથ ધર્યુ છે.

