લવ અફેરમાં યુવકની હત્યા બાદ બની ગયો સાધુ, સુરત પોલીસે 23 વર્ષ બાદ મથુરાથી ઝડપ્યો

PC: pipanews.com

સુરત પોલીસે હત્યાના મામલામાં ફરાર એક મોસ્ટ વોન્ટેડ આરોપીને 23 વર્ષ બાદ પકડ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સાધુ બની ગયો હતો. સુરત પોલીસે આ મોસ્ટ વોન્ટેડને પકડવા માટે સાધુનું રૂપ ધારણ કર્યું અને પછી ઉત્તર પ્રદેશના મથુરાથી તેને અરેસ્ટ કર્યો. આટલા વર્ષોથી પોલીસને ચકમો આપી રહેલા આ હત્યાના આરોપી પર પોલીસે 45 હજાર રૂપિયા ઇનામ રાખ્યું હતું. સુરત પોલીસ આયુક્ત અજય તોમરે સુરત પોલીસની PCBના કામના વખાણ કર્યા છે.

ઉધના વિસ્તારમાં હત્યા બાદ મથુરામાં સંન્યાસી બનીને સંતાયેલા આરોપીને પોલીસની PCBએ અરેસ્ટ કર્યો છે. પોલીસ છેલ્લાં 23 વર્ષથી તેને શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી રાકેશ છે જે ઓડિશાના ગંજામ જિલ્લાના બ્રહ્માપુરનો નિવાસી છે. તે પદમ ચરણ પાંડા બનીને રહી રહ્યો હતો. 23 વર્ષ પહેલા સુરતના ઉધનામાં શાંતિનગરમાં તે કેટલાક મિત્રો સાથે ભાડા પર રહેતો હતો. આ દરમિયાન તેણે પોતાના બે મિત્રો સાથે મળીને વિજય સાંચીદાસ નામના યુવકની હત્યા કરી હતી. ત્યારબાદ તે ત્યાંથી ભાગી નીકળ્યો હતો.

સાધુ બનીને સંતાયેલા રાકેશે વિજયની 23 સપ્ટેમ્બર, 2001ના રોજ અપહરણ કરીને ખાડીની પાસે ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના શવને ખાડીમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઉધના પોલીસની ટીમે ઓડિશામાં તેના ગામમાં પણ છાપા માર્યા પરંતુ, સફળતા મળી ન હતી. પોલીસે વીતેલા વર્ષોમાં ઘણીવાર છાપા માર્યા પરંતુ, ખાલી હાથે પાછા આવ્યા.

સુરત પોલીસને હાલમાં જ હત્યાના આરોપી રાકેશ ઉર્ફ લંબે પદમ ચરણ પાંડાના ઉત્તર પ્રદેશના મથુરામાં હોવાની ગુપ્ત સુચના મળી. ત્યારબાદ પોલીસની એક ટીમ મથુરા માટે રવાના થઈ અને ત્યાં થોડાં દિવસોના પ્રવાસ દરમિયાન પોલીસકર્મીઓએ સાધુનું રૂપ ધારણ કર્યું અને પછી સમગ્ર ઓપરેશનને અંજામ આપ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પદમ ચરણ પાંડાએ પૂછપરછમાં જણાવ્યું છે કે, તે હત્યા કરીને ગામ ગયો હતો. ત્યારબાદ મથુરા પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને પોતાની ઓળખ બનાવી લીધી હતી. ત્યારબાદ દાઢી વધારીને સંન્યાસી બની ગયો અને પછી ત્યાં કુંજકુટી આશ્રમમાં રહેવા માંડ્યો.

પોલીસથી બચવા માટે પદમ ચરણ પાંડાએ ગામ અને સંબંધીઓને મળવાનું બંધ કરી દીધુ હતું અને મોબાઇલ પણ રાખતો ના હતો જેથી, પોલીસ તેના સુધી ના પહોંચી શકી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પદમે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, શાંતિનગરમાં રહેવા દરમિયાન પડોશમાં રહેતી એક મહિલા સાથે તેનો પ્રેમ સંબંધ હતો. મહિલાના ઘરે આવતો-જતો હતો. તેની ગેર હાજરીમાં મૃતક વિજય પણ તે મહિલાના ઘરે આવતો-જતો હતો. આ અંગે જાણકારી મળતા તેણે વિજયને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે માન્યો નહીં અને મહિના ઘરે આવવા જવાનું બંધ ના કર્યું. આથી તેણે વિજયની હત્યા કરી હતી.

સુરત પોલીસ આયુક્ત અજય તોમરે જણાવ્યું હતું કે, PCBની ટીમે ખૂબ જ હોશિયારીપૂર્વક આ સમગ્ર ઓપરેશનને અંજામ આપ્યો છે. તે 23 વર્ષ જુનો મામલો છે. તોમરે કહ્યું, સુરત પોલીસ તમામ જુના મામલાઓમાં જે વાંછિત છે તેમને શોધી રહી છે. કેટલાક અન્ય મામલા પણ સોલ્વ કરવામાં આવ્યા છે. જે ત્રણ દાયકા કરતા વધુ જુના છે. તોમરે કહ્યું, આવી કાર્યવાહીથી જનતામાં પોલીસ પર વિશ્વાસ વધશે કે અપરાધી ના બની શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp