સુરત: 2 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા મળી

PC: abplive.com

સુરતના સચીન વિસ્તારામાં 5 મહિના પહેલાં મિત્રની જ 2 વર્ષની દીકરી પર બળાત્કાર અને હત્યા કરનાર નરાધમને સુરતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ વાસના લોલુપ હત્યારાએ માસૂમ બાળકીના પેટ પર બચકાં ભરીને ક્રુરતા આચરી હતી. આ કેસને સાબિત કરવા માટે કોર્ટમાં 49 જેટલા મૌખિક સાક્ષીઓ, 70થી વધુ દસ્તાવેજી પુરાવા ઉપરાંત આરોપીના મોબાઇલમાંથી 200થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા હતા એ પણ તેની માનસિકતા દર્શાવવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુરતના સચીન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં  1 વર્ષ અને 9 મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટનામાં સુરતની સેશન કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી  યુસુફ ઇસ્માઇલ ને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

27 ફેબ્રુઆરી 2023ના દિવસે સુરતના સચિન વિસ્તારમાં 1 વર્ષ અને 9 મહિનાની માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. બે દિવસ પહેલાં જ સુરતની કોર્ટે આરોપી યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કર્યો હતો. 23 વર્ષનો યુસુફ બાળકીના પિતાનો મિત્ર હતો અને બાળકીને ફોસલાવીને બળાત્કાર કર્યા બાદ હત્યા કરી નાંખી હતી. સુરતની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ એસ. એન. સોલંકીની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. પોલીસે આરોપીને 28 ફેબ્રુઆરીએ પકડી લીધો હતો.

સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં દલીલ કરી હતી કે 27 ફેબ્રુઆરીએ યુસુફ સલીમ હજાતે બાળકી પર બળાત્કાર કર્યો હતો અને હત્યા કરીને લાશને ફેંકીને ફરાર થઇ ગયો હતો. યુસફે બાળકી સાથે જઘન્ય અત્યાચાર કર્યો હતો. બાળકી પર બળાત્કાર કરીને અલગ અલગ જગ્યાએ ઇજા પહોંચાડી હતી. યુસુફે આટલી નાની બાળકીના પેટ પર છરી ફેરવી દીધી હતી. આ નરાધમે બાળકીની નાભીને કેવી રીતે નુકશાન પહોંચાડી શકાય તેના વીડિયો પણ પોતાના મોબાઇલમાં જોયા હતા.

2 વર્ષની બાળકી ર બળાત્કારની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવી દીધો હતો અને પોલીસે યુસુફને 28 ફેબ્રુઆરીએ પકડી લીધો હતો અને ઝડપથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ નયન સુખ઼ડવાલાએ આ કેસને  ધ રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણવા માટે કોર્ટમાં મચ્છિસિંહનો દાખલો રજૂ કર્યો હતો અને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી.

સુરત કોર્ટે 2 ઓગસ્ટે યુસુફ સલીમ હજાતને ફાંસીની સજા સંભળાવી છે, જેની શહેરના દરેક લોકો પ્રસંશા કરી રહ્યા છે, કારણ કે 5 જ મહિનામાં આ ચુકાદો આવી ગયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp