18 બોલમાં 41 રન ફટકાર્યા પણ સુરતના નિમેષને અચાનક છાતીમાં દુ:ખાવો થતા થયું મોત

PC: khabarchhe.com

છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદય રોગના હુમલાના કારણે મોતના કિસ્સામાં સતત વધારો થયો છે. ત્યારે વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. અહિં ક્રિકેટ રમતી વખતે એક યુવાને અચાનક હાર્ટ એટેક આવતા તે બેભાન થયો હતો અને ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. ઘટના ઓલપાડ તાલુકાના નરથાણ ગામની છે.

માહિતી મુજબ, સુરતના ઓલપાડ તાલુકાના નરથાણ ગામે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચે મેચ હતી, જેમાં મેચ દરમિયાન નિમેષકુમાર આહીરે 18 બોલમાં 41 રન ફટકાર્યા હતા અને તે નોટઆઉટ રહ્યો હતો. ત્યાર બાદ ફિલ્ડિંગ દરમિયાન તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને થોડા જ સમયમાં તે મેદાન પર જ બેભાન થઈ ગયો.

નિમેષ બેભાન થઈ જતા તેના મિત્રો પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેમણે ત્વરિત નિમેષને હોસ્પિટલ ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ નિમેષને મૃત જાહેર કર્યો હતો.

નિમેષના મોતના સમાચારથી પરિવાર, મિત્રો સહિત સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણ થઈ કે નિમેષને હાર્ટ એટેક આવ્યો હતો. નિમેષનું હૃદય ફૂલી ગયું હતું અને લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. સુરતના આ આહિર સમાજના યુવકના અણધાર્યા મોતથી શોકનું મોજુ ફરી વળ્યું હતું. જણાવી દઈએ કે, એક મહીના પહેલા પણ ક્રિકેટ રમતા જ કિશન પટેલ નામના એક યુવકનુ મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 વર્ષના સમયગાળામાં યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓમાં સતત વધારો થયો છે. આથી આરોગ્ય નિષ્ણાંતો પણ વિચારતા થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp