પતિએ લગ્ન હક્કોના પુન સ્થાપન માટેનો દાવો કર્યો, કોર્ટે રદ કર્યો

PC: livemint.com

પતિ રાજેશ પટેલ સુરત ખાતે રહેતા તેમના લગ્ન વિદીતા પટેલ (બંને પક્ષકારોના નામ બદલેલ છે) સાથે વર્ષ 2002માં થયા હતા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં 2 બાળકો હતા. બંને બાળકો માતા પાસે રહેતા હતા.

અરજદાર પતિ પત્ની તરફે પોતાની કોઇ જ ફરજો કે જવાબદારી અદા કરતા નહીં. પતિના લગ્નબાહ્ય સંબંધો હતો. પતિ દારૂ પીને આવીને ત્રાસ આપતો હતો. પતિનો એટલો ત્રાસ વધી ગયો કે પત્નીએ સંતાનોને લઇને પિયરનો આશરો લેવાની જરૂર પડી હતી.

પિયરે આવી ગયા બાદ પતિ વિરુધ સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે પતિએ સુરત ફેમીલી કોર્ટમાં લગ્ન હક્કોના પુન સ્થાપન માટેનો દાવો કર્યો હતો. જે દાવામાં પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષી અને સંદિપ.આર.પટેલ તથા તૃપ્તી ઠક્કર હાજર રહ્યા હતા. પત્ની તરફે દલીલ કરવામાં આવી કે સામાન્ય પરિસ્થિતિમા કોઇપણ સ્ત્રી પોતાનું લગ્નજીવન ભંગાણે જાય તેવું કદાપી ન ઇચ્છે સ્ત્રી આવું ત્યારે જ ઇચ્છે જ્યારે તેમને ભયંકર ત્રાસ, હિંસાનો ભોગ બની હોય. જે દલીલોને ધ્યાને રાખીને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ આર.જી.દેવધરાએ ગ્રાહ્ય રાખીને પતિએ કરેલ લગ્ન હક્કોના પુન સ્થાપન માટેની દાવા અરજી રદ કરતો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp