ઘરેલું હિંસાની અરજીમાં નામ કાઢવાની અરજી કોર્ટે ફગાવી

PC: Indianexpress.com

કેસની વિગત મુજબ રાધિકા આહીર જેઓ સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન વડોદરા ખાતે રહેતા હિંમાશું આહીર સાથે થયા હતા.(પક્ષકારોના નામ બદલેલ છે) લગ્નજીવન થકી સંતાનમાં પુત્ર હતો. પરિવારજનોએ અરજદાર પત્નીને થોડા સમય સારી રીતે રાખલે ત્યારબાદ નાની નાની બાબતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ગમે તેમ અપશબ્દો બોલતા, પાગલ કહેતા અને નોકરી કરવા જવા માટે દબાણ કરતા હતા.

પત્નીના ભાઇની સગાઇ હોય જેથી અરજદાર પત્ની પુત્ર સાથે સુરત ખાતે આવેલા હતા. ત્યારબાદ આજદીન સુધી પતિ પત્નીને તેડી ગયા ન હતા. જેથી પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ઘરેલું હિંસાની અરજી સુરત કોર્ટમાં કરી હતી. જે કેસમાં સાસરી પક્ષનાઓ હાજર થઇને સાસુ, સસરા, દાદી સાસુ, દિયર, નંણદે પક્ષકાર તરીકે પોતાના નામો કાઢી નાખવાની અરજી કરી હતી. અરજદાર પત્નીની દલીલોને એડી.સિ.જ્જ તથા જ્યું.મેજી.ફ.ક. યોગીતા શર્માએ ગ્રાહ્ય રાખીને સાસરી પક્ષનાઓએ પક્ષકાર તરીકે નામ કાઢી નાખવાની આપેલી અરજી નામંજૂર કરવામાં આવી હતી. અરજદાર પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp