ભરણપોષણ ન ચૂકવતા કોર્ટે પતિને જેલમાં મોકલી આપ્યો

PC: static.toiimg.com

સુરતમાં રહેતી 32 વર્ષીય મહિલાના લગ્ન નવસારી ખાતે આવેલા ચીખલીના સુરખાઇ ગામે રહેતા તુષાર પરભુ પટેલ સાથે થયા હતા. તેઓને લગ્નજીવન દરમિયાન બે સંતાનનો જન્મ થયો હતો. જોકે, આ લગ્નજીવન બાદમાં ભાંગી પડતાં 2018માં તુષારભાઈ સામે ખોરાકી અરજી કરી હતી. અદાલતે આ કેસમાં ચૂકાદો આપતાં અરજદાર મહિલાને માસિક રૂ. 3000 તેમજ તેમના બંને સંતાનોને દરેકને રૂ. 1100 ચૂકવવાનો હૂકમ કર્યો હતો. જોકે, આદેશ મુજબ અરજીનો ખર્ચ અને ખોરાકી પેટે એક રૂપિયો પણ તુષાર પટેલે ચૂકવ્યા ન હતા. ત્યારબાદ મહિલાએ તા. 5 ફેબ્રુઆરી 2018થી લઈ બાકી નીકળતાં 83,200 રૂપિયા ચૂકવવા ફેમિલી કોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ ફરિયાદ અંગે ફેમિલી કોર્ટમાં એડવોકેટ પ્રિતી જોષીની દલીલોને ધ્યાનમાં રાખી આદેશ આપ્યો હતો કે, સામાવાળા પાસેથી અરજદારોમી બાકી પડતી રકમની વસુલાત કરી શકાય તેવા કોઇ સંજોગો જણાતાં ન હોવાથી ક્રિ.પ્રો.કોડની કલમ 125(3)ની જોગવાઈ મુજબ સામેવાળાને જેલમાં મોકલવા સિવાય કોર્ટ પાસે અન્ય કોઈ વિકલ્પ જણાતો નથી. 16 માસની ભરણપોષણની બાકી પડતી કુલ રકમ 84,700ની રકમ ભરપાઈ કર્યેથી જેલમુક્ત કરવા આદેશમાં જણાવાયું છે. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp