પિતા લગ્ન મંડપમાં દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા આંખોમાં આંસુ આવી ગયા

PC: khabarchhe.com

મા તેમાં બાકી બધા વગડાના વા.. પરંતુ ભરૂચ જિલ્લામાં એક પિતાએ પોતાની બંને દીકરીઓના લગ્નમાં તેની સ્વર્ગસ્થ માતાની હાજરી હોવાની અનુભૂતિ કરાવતી એક પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરી અને લગ્ન મંડપમાં બંને દીકરીઓની માતા સાક્ષાત લગ્ન પ્રસંગમાં હાજર હોવાની એક અદભુત પ્રતિમા ભેટ સ્વરૂપે રજૂ કરતા લગ્ન મંડપમાં રહેલા તમામ મહેમાનો સહિત બંને દીકરીઓની આંખોમાં આંસુ સાથે પિતાની આ ભેટને તેઓએ આવકારી માતા પિતાની સાક્ષીનો અનુભવ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના મૂળ વતની અને અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. 2 પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ વેક્સ અને સિલિકોનની રિયાલિસ્ટિક પ્રતિમા બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી. વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

 આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.

લગ્ન મંડપમાં પોતાની પુત્રીઓની તેની માતાની સાક્ષીમાં લગ્ન થાય તે માટે એક પિતાએ બંને દીકરીઓને એક અદભુત ભેટ આપવાનો વિચાર કર્યો અને તે ભેટ હતી બંને દીકરીઓની માતાની સાક્ષીમાં તેના લગ્ન થતા હોય તેવી અનુભૂતિ કરે તે માટે પિતાએ અંદાજિત ચાર લાખ ઉપરાંતના ખર્ચે પોતાની પત્ની અને બંને દીકરીઓની માતાની એક પ્રતિમા બનાવી અને આ પ્રતિમા લગ્નમંડપમાં મૂકી બંને દીકરીઓ તેની માતાની સાક્ષીમાં લગ્નના તોરણ એ બંધાય તેવી અનુભૂતિ કરાવી હતી પિતાની ભેટથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોથી માંડી તમામ લોકો એક પિતાની ભેટ જોઈ સૌ કોઈને આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp