સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ સુરતના ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરે બનાવી

વિશ્વભરમાં ટેક્સટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહીર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી PPE કીટ ડીઝાઇન કરી છે અને આ કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.

આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, હાલ જે PPE કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી, જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડ માં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં જ કેરલ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કીટ પહેરવા માટે ટીશર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતા મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફેશોનોવા દ્વારા આ માટે આગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફેશન ડિઝાઈનર સૌરવ મંડલે સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ PPE કીટ ડીઝાઇન કરી છે. રોજની 5 હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અનુપમ ગોયલે કહ્યું હતું કે અત્યાર સુધી સુરત માત્ર ટેક્સટાઇલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનીગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી PPE કીટ આ તેનું ઉદાહરણ છે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.