એકપણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું યોગદાન ના હોય: રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, જે વ્યક્તિ ધર્મના માર્ગે ધન કમાય છે, પુણ્ય-પરોપકાર અને દીન-દુખિયાની સેવામાં એ ધન વાપરે છે અને બીજાના ઘાવ પર પોતાના હૃદયથી મલમ લગાવે છે એવી વ્યક્તિનું જીવન જ સાર્થક છે. આદર્શવાદી અને સમાજવાદી મહારાજા અગ્રસેનનો વંશજ અગ્રવાલ સમાજ ધર્મથી ધન કમાઈને શ્રેષ્ઠ સેવા કાર્યોમાં વાપરે પણ છે. વેપાર-ઉદ્યોગના નવા યુગના પડકારો અને નવી ટેક્નોલોજીથી સમાજની નવી પેઢી સારી રીતે વાકેફ થાય અને પ્રગતિ કરે એવી શુભકામનાઓ તેમણે આપી હતી.

અગ્રવાલ વિકાસ મહાસભા દ્વારા તારીખ 17-18 જૂન 2023 દરમિયાન અમદાવાદમાં નારાયણી હાઇટ્સમાં અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ કૉન્કલેવનો શુભારંભ કરાવતાં કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી ભારતનું અર્થતંત્ર વિશ્વમાં પ્રથમ પાંચ ક્રમમાં આવી ગયું છે. દેશના દરેક ખૂણામાં વિસ્તરેલા અગ્રવાલ સમાજે ભૂતળથી લઈને અંતરિક્ષ સુધીના ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ પ્રકારે અગ્રવાલ સમાજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મોટું યોગદાન આપીને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરી રહ્યો છે. કરોડો લોકોને રોજગારી મળી રહે છે. સેવાની સાથોસાથ સમાજનું જીવનસ્તર પણ ઊંચું લાવવામાં અગ્રવાલ સમાજનું યોગદાન મહત્વનું છે.

અગ્રવાલ બિઝનેસ કૉન્ક્લેવ અંતર્ગત વેપાર-ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો અને આગેવાનો પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. અગ્રવાલ સમાજના યુવાનો, ભાઇ-બહેનો અને વડીલો મોટી સંખ્યામાં આ કૉન્કલેવમાં ભાગ લઈ રહ્યા છે. આ કૉન્કલેવમાં યુવા પેઢીને આધુનિક ટેક્નોલોજીથી માહિતગાર કરાશે, એટલું જ નહીં અગ્રવાલ સમાજના લોકો સામાજિક અને આર્થિક રીતે પરસ્પર વધુ ઘનિષ્ઠતાથી જોડાશે, સહિયારા પુરુષાર્થથી સફળતાના શિખરે પહોંચવાના પાઠ ભણશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વેપાર વ્યવસાય જ નહીં કલા, સાહિત્ય, રાજકારણ, વિજ્ઞાન કે વિશ્વનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં અગ્રવાલ સમાજનું નોંધપાત્ર યોગદાન ન હોય. આ સમાજ કોઈપણ પ્રકારની જરૂરિયાત વખતે છાતી કાઢીને દરેક સમાજની પડખે ઉભો રહ્યો છે. તેમણે આ માટે અગ્રવાલ સમાજને અભિનંદન આપ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.