વિધાનસભાની ચૂંટણી-2022ના શ્રેષ્ઠ આયોજન માટે આ જિલ્લાને મળ્યો પુરસ્કાર

PC: khabarchhe.com

રાષ્ટ્રીય મતદાતા દિને ગાંધીનગરના કોબા સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા રાજ્ય કક્ષાની ‘રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી’ કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકનું ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 માટે શ્રેષ્ઠ કામગીરી અને ક્ષતિરહિત મતદારયાદીની સુદ્રઢ વહીવટી કામગીરી બદલ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના હસ્તે ચૂંટણી પંચ દ્વારા પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

સાથોસાથ આસિસ્ટન્ટ કલેક્ટર અને બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢાને બારડોલી વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કાર્ય કરવા બદલ સન્માનિત કરાયા હતા.

જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત સુરત જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર મંડળમાં યોજાયેલી ચૂંટણીમાં ક્ષતિરહિત મતદાર યાદી બનાવવામાં આવી હતી. ઉપરાંત તેમણે નમૂનેદાર, સફળ અને શ્રેષ્ઠ ચૂંટણી પ્રક્રિયા યોજી ઉત્તમ વહીવટી કામગીરીનો પરિચય કરાવ્યો હતો. જે બદલ ભારત ચૂંટણી પંચે તેમની નોંધ લઈને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp