નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરના તાલીમાર્થીઓએ અદાણી હજીરા પોર્ટની મુલાકાત લીધી

PC: Khabarchhe.com

ભારત સરકાર અને ગૃહ મંત્રાલય હસ્તક ચાલતી નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાં તાલીમ મેળવતા દેશની લગભગ 20 જેટલી મહાનગરપાલિકાના 26 જેટલા ડિવિઝનલ ઓફિસર પોતાની તાલીમના ભાગરૂપે સુરતની મુલાકાતે આવ્યા હતા. તાલીમ મેળવતી આ 76મી બેચ છે જે તાલીમ પૂર્ણ કરીને પોતાના શહેરમાં ફાયર બ્રિગેડ અધિકારી તરીકે સેવા આપશે.

સુરતના હજીરામાં આવેલા અદાણી હજીરા પોર્ટની મુલાકાતે આવેલા નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરની 76મી બેચના તાલીમાર્થી ડિવીઝનલ ઓફિસર ઔદ્યોગિક મુલાકાતે હતા. અદાણી પોર્ટના ફાયર ઓફિસર યોગેંદ્ર સોલંકી, ફાયર ઇન્ચાર્જ દુષ્યંત જાવિયા, ડ્રાય કાર્ગોના વડા મોહિત શક્તાવત, અદાણી હજીરા પોર્ટ લિમિટેડના સુરક્ષા, પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિભાગના આસોસિયેટ જનરલ મેનેજર રૂપેશ જાંબુડી અને ચીફ ઓપરેશન ઓફિસર આનંદ મરાઠેએ હજીરા પોર્ટની વિવિધ કામગીરી અને અહી લેવામાં આવતા સુરક્ષાના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી. અદાણી હજીરા પોર્ટ અને એમાં આવેલા "સલામતી શ્રેષ્ઠતા કેન્દ્ર" ની મુલાકાત પણ આ તાલીમાર્થીઓએ લીધી હતી. મુલાકાતનો હેતુ બંદર અને એની સાથે સંકળાયેલી જગ્યાએ ઈમરજન્સી વખતે કેવી કામગીરી કરવામાં આવે છે અને સાથે જ સલામતીના વિવિધ પગલાં કેવા લેવામાં આવે છે એની જાણકારી મેળવવાનો હતો. મુલાકાત દરમિયાન સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે.બી.પટેલ સાથે રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp