‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ સેમિનાર

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિરલ દેસાઈ દ્વારા પલસાણાની ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટમાં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જે સેમિનારમાં સુરત જીપીસીબીના રિજનલ હેડ ડૉ. જિજ્ઞાસા ઓઝા પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતા. આ સેમિનાર અંતર્ગત વિરલ દેસાઈએ ઈન્સ્ટિટ્યુડના વિદ્યાર્થીઓને પર્યાવરણ તેમજ ઊર્જા સંરક્ષણની મહત્તા તેમજ આપણી લાઈફ સ્ટાઈલમાં આ અભિગમ કઈ રીતે રાખવો એ વિશેની અનેક રસપ્રદ વાતો કરી હતી. તો વિશ્વભરમાં ક્લાઈમેટચેન્જ સંદર્ભે શું સ્થિતિ છે અને આ માટે ભારતનું યુવાધન વિશ્વને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે પણ તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું હતું કે ‘જેમ આઝાદીની લડતમાં જનજન જોડાઈને સ્વાતંત્ર્ય સેનાની બનેલા એમ પ્રદૂષણ સામેની આ લડાઈમાં તમારે જોડાઈને ‘પર્યાવરણ સેનાની’ બનવું પડશે.’

તો ડૉ. જિજ્ઞાસા ઓઝાએ વિદ્યાર્થીઓને પ્રદૂષણ નિવારણ સંદર્ભના કેટલાક ટેક્નિકલ મુદ્દા સમજાવ્યા હતા. આ સેમિનાર દરમિયાન ડોલીબેન દેસાઈ ઈન્સ્ટિટ્યુટના 300 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઈન્સ્ટિટ્યુટના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. ભાવિકા દેસાઈએ બંને મહાનુભાવોનો આભાર માન્યો હતો અને ક્લાયમેટચેન્જ સામેની લડાઈમાં તેઓ અને તેમના વિદ્યાર્થીઓ હંમેશાં ખડેપગ રહેશે એવી ધરપત આપી હતી. ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈના એનજીઓ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ જીપીસીબી સુરત વચ્ચે આ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત MOU થયા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિશાળ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. તેમજ 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.