વી.ટી.ચોકસી સાર્વજનિક લો કોલેજને VNSGU દ્વારા રિસર્ચ સેન્ટરની માન્યતા મળી

PC: Khabarchhe.com

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા રિસર્ચ સેન્ટરની માન્યતા આપવામાં આવી છે. રિસર્ચ સેન્ટર માટે યુનિવર્સીટીની માન્યતા મેળવનાર આ કોલેજ દક્ષિણ ગુજરાતની પ્રથમ લો કોલેજ છે. રિસર્ચ સેન્ટર માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન રાજેશ દેસાઈ (CA) તથા કોલેજની વહીવટી સમિતિના ચેરમેન એડવોકેટ શ્રેયસ દેસાઈના માર્ગદર્શન હેઠળ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. ઈરમલા દયાલ અને તેમની ટીમ કામ કરી રહી હતી, જે પ્રયાસોને સફળતા મળી છે. આ પ્રસંગે તેઓ ડો. કિશોરસિંહ ચાવડા (ઓનરેબલ વાઇસ ચાન્સેલર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) નો આભાર માને છે.

આ રિસર્ચ સેન્ટરના મુખ્ય હેતુઓ એવા રહેશે કે જે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને મદદરૂપ થશે જેમાં મલ્ટી ડિસીપ્લીનરી રિસર્ચને પ્રોત્સાહન આપવા માટેના તેમજ જાતીય સમાનતા માટેના વિવિધ પ્રોજેક્ટ્સ પાર પાડવા, ગ્રાહક અધિકાર અને બૌદ્ધિક સંપદાના અધિકારોને લગતા રિસર્ચ પ્રોજેક્ટ્સ મેળવવા, પ્રાદેશિક અને રાષ્ટ્રીય પ્રકાશકો દ્વારા વિવિધ સંદર્ભ પુસ્તકો પ્રકાશિત કરવા તેમજ પુસ્તકોની ડાયગ્લોટ આવૃતિઓ પ્રકાશિત કરવી, ઈ-જર્નલ પ્રકાશિત કરવી તથા પી.એચ.ડી. તેમજ એલ.એલ.એમ.માં તેમજ કાયદાશાખાઓના વિદ્યાર્થીઓની મદદ થાય તેવા સંશોધન કરી પ્રાદેશિક અને અંગ્રેજી ભાષામાં રેફરન્સ મટીરીયલ્સ પુરા પાડવા વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp