સુરતમાં આધુનિક પદ્ધતિથી વાલનું ઓપરેશન ,દર્દીને 24 કલાકમાં રજા

ડીવાઇન હીબા હોસ્પિટલ સુરતમાં સેરેબ્રલ પ્રોટેક્શન સાથે પ્રથમ વખત તાવી, TAVI (ટ્રાન્સક્યુટેનીયસ એઓર્ટિક વાલ્વ ઇમ્પલાન્ટેશન) જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી છે. જેના વિશે ડો.આસિફ રહીમે જાણકારી આપતા જણાવ્યું હતું કે,TAVIમાં દર્દી સભાન અવસ્થામાં હોય છે. છાતીમાં કોઇપણ પ્રકારનો ચીરો પાડી ખોલવામાં આવતું નથી અને દર્દી કલાકોમાં ઘરે જવા માટે યોગ્ય થઇ જાય છે. જોકે દર્દીને સાવચેતી તરીકે 24 કલાક માટે હોસ્પિટલમાં રાખવામાં આવે છે. અને દર્દીને 24 કલાક પછી રજા આપવામાં આવે છે.
કેવા દર્દીઓને TAVIની જરૂર પડે: ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ ધરાવતા દર્દીઓને એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટની જરૂર છે. જે સર્જીકલ ઓપન હાર્ટ એપ્રોચ દ્વારા અથવા TAVI દ્વારા કરી શકાય છે જે બંધ અને સુરક્ષિત અભિગમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp