26th January selfie contest

શાળાની મુલાકાતે પહોંચ્યા શિક્ષણમંત્રી,ગંદકી દેખાતા પોતે જ ટોઇલેટ સાફ કરવા લાગ્યા

PC: twitter.com

સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીએ તેમના વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ટોયેલટ સાફ કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં સફાઈ અભિયાનને વેગ મળે અને ખાસ લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી જાતે સફાઈ કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઈ અભિયાનને વેગ આપવા દરેક વખતે પ્રયાસો કર્યા છે અને તેને લઈને લોકોમાં પણ જાગૃતતા આવી છે, ત્યારે સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલા ડુંગરા ગામે આવેલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

ત્યાં ટોયલેટ ગંદી હાલતમાં જોવા મળી હતી જેને લઈને શિક્ષણ મંત્રી દ્વારા જાતે પાણીની પાઇપ લઈને ટોયલેટની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે અન્ય જગ્યાઓ પર પડેલા કચરા ઉઠાવીને સફાઈ હાથ ધરવામાં આવી હતી.

એક શિક્ષણમંત્રી ખુદ હાથમાં જાડું લઈને સફાઈ કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં જાગૃતતા આવે અને લોકો પણ સફાઈ તરફે પ્રેરાઈ અને સફાઈ અભિયાન ને વેગ મળે તે માટે શિક્ષણ મંત્રીએ સફાઈ કરીને લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp