- Gujarat
- સુરત ફેમીલી કોર્ટ કેમ્પસમાં મહિલા દિવસની ઉજવણી
સુરત ફેમીલી કોર્ટ કેમ્પસમાં મહિલા દિવસની ઉજવણી
ઘી સુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ એક્ટીવ કમીટી દ્વારા આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઘી સુરત ડિસ્ટ્રીક્ટ લેડી એડવોકેટ્સ એક્ટીવ કમીટીના કન્વીનર પ્રીતિ જિજ્ઞેશ જોષી, સહ કન્વીનર ચેતના શાહ, સંગીતા ખુંટ, પ્રજ્ઞા ભગત, વર્ષા પરમાર, કવિતા કંસારા, શોભના છાપીયા, સોનલ શર્મા દ્વારા સુરત ફેમીલી કોર્ટ કેમ્પસ ખાતે મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત ફેમીલી કોર્ટના પ્રીન્સીપાલ જજ આર.જી.દેવધરા ઉપસ્થિત રહીને મહિલા વકીલોને શુભકામના પાઠવી પુસ્તક અર્પણ કર્યું હતું.

આ ઉપરાંત સાથે સાથે તિકલ હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાલ અને ગુલાબની પાંખડીથી માત્ર તિલક કરીને પાણી બચાવોના સંદેશ સાથે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા મહિલા વકીલોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રાર્થના એડવોકેટ નિતા ત્રિવેદી અને કિર્તન સાલ્વે દ્વારા કરાઇ હતી. જયારે આભાર વિધિ એડવોકેટ ચેતના શાહ દ્વારા કરવામાં આવી હતી.


