સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ શરૂ, જુઓ તસવીરો
સુરત દેશના સૌથી વધુ ઝડપે વધતા શહરોમાંથી એક છે. આ આર્થિક ગતિવિધિઓની સાથે વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર છે, જ્યાં રોજગારીના અવસરોને પ્રોત્સાહન મળ્યું છે. પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગો માટે કેટલીયે ટ્રેનો ચલાવે છે, જેનાથી સુરતના લોકોની માંગોને પૂરી કરી શકાય.
ભારતીય રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે નવા ભારતનું નવું રેલવે સ્ટેશન બનવા માટે તૈયાર છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ નોટ મુજબ સુરત સ્ટેશનનો પુનઃવિકાસ શરૂ થઈ ગયો છે અને તે ઝડપથી પ્રગતિ ઉપર છે. આ કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ભારતીય રેલવે અને ગુજરાત સરકાર વચ્ચે રચિત એક વિશેષ પ્રયોજન વાહન (SPV) છે. ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચથી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે. આને મે, 2027 સુધી પૂરો કરવાનો લક્ષ્ય છે.
આ સંબંધમાં બીજી વધારાના માહિતી આપતાં ઠાકુરે જણાવ્યું કે સુરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ના રૂપે વિકસીત કરવામાં આવી રહ્યું છે, જે રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને એકિકૃત કરીને અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરાવશે. સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશનેએ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે જેએ સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય. અનુકૂળ બાહ્ય સ્વરૂપ, ફિનિશ, રંગ, સામગ્રી, બનાવટના માધ્યમથી એકિકૃત થીમ એની ભવ્યતામાં વધારો કરશે. આ પરિયોજનાના ફેઝ-1 હેઠળ કામ પહેલાથી જ શરૂ થઈ ચુક્યુ છે. પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ પ્રગતિ ઉપર છે. આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડીંગ બનાવવામાં આવશે, જેને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જીએસઆરટીસી સ્થળે બિલ્ડીંગના પાયા અને નાળું બદલવા માટે ખોદકામનું કામ પ્રગતિ ઉપર છે. પૂર્વ બાજુની બિલ્ડીંગ તૈયાર થઈ ગયા પછી પશ્ચિમ બાજુ આવેલા સ્ટેશનને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને પશ્ચિમ બાજુની આવશ્યક કચેરીઓ અને પ્રતિષ્ઠાનોને નવી પૂર્વ બાજુની બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરી દેવામાં આવશે.
આ ઉપરાંત, આ સ્ટેશન વિવિધ સુવિધાઓ માટે પૂરતી જગ્યાથી પણ સુસજ્જીત છે. આ યોજનામાં અલગ આગમન/પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન સંકુલમાં ભીડ-ભાડ મુક્ત અને સુગમ પ્રવેશ/નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. બેસવા માટે પૂરતી જગ્યા, પ્રતિક્ષા ક્ષેત્ર અને વ્યાપક પરિભ્રમણ ક્ષેત્રની સાથે 10900 ચોરસ મીટર્સથી વધુનો કોનકોર્સ, લાઉન્જ અને રિટેલ સ્પેસથી યુક્ત હશે અને ઉપયોગકર્તાઓને બહેતર સુવિધા અને અનુભવ માટે MMTH માં સ્કાયવોકથી જોડાયેલું હશે.
પ્લેટફોર્મ ઉપર ભીડભાડથી બચવા માટે કોનકોર્સ/વેઈટીંગ સ્પેસમાં પ્લેટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓ પણ હશે. રેલવે સ્ટેશન 100% દિવ્યાંગ અનુકૂળ હશે. સમગ્ર સ્ટેશન સંકુલમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના કુશળ ઉપયોગ, નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડીંગ પ્લેટિનમ રેટિંગનું ગ્રીન બિલ્ડીંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે, જેમાં SCADA અને BMS સહિત બહેતર સ્ટેશન વ્યવસ્થાપન માટે કુશળતાથી ડિઝાઈન કરવામાં આવેલી કેટલીયે વિશેષતાઓ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp