બીજી વન-ડેમાં રોહિત શર્મા ટોસ જીત્યો, જુઓ ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ XI
રાયપુરમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં રોહિત શર્માએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. રોહિત શર્મા ટોસ જીતીને પહેલા તો ભૂલી જ ગયો હતો કે શું કરવાનું છે, પછી એને યાદ આવી ગયું હતું કે, બોલિંગ કરવાની છે. રોહિત શર્માએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સિવાય ન્યૂઝીલેન્ડની ટીમે પણ ટીમમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય પ્લેઇંગ XI
રોહિત શર્મા
શુભમન ગીલ
વિરાટ કોહલી
ઇશાન કિશન
સૂર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા
વોશિંગટન સુંદર
શર્દૂલ ઠાકુર
કુલદીપ યાદવ
મોહમ્મદ સીરાજ
મોહમ્મદ શમી
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે મેચ જીતીને ભારત પાસે સીરિઝ પોતાના નામે કરવાનો સોનેરી અવસર હશે. ભારતીય ટીમ હૈદરાબાદમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં માત્ર 12 રનોથી જીત હાંસલ કરવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 337 રન બનાવવામાં સફળ થઇ શકી હતી. બીજી મેચ અગાઉ પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે કહ્યું કે, તેઓ રોહિત શર્મા, ઇશાન કિશન અને સૂર્યકુમારને સારું કરતા જોવા માગે છે.
વસીમ જાફરે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘રોહિત શર્મા, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે જવાબદારી લેવી પડશે. અહીં સુધી કે હાર્દિક પંડ્યાને પણ, જો કે પહેલી વન-ડેમાં તે દુર્ભાગ્યપૂર્ણ આઉટ થઇ ગયો હતો. હાર્દિક પંડ્યા ઓફ સ્ટમ્પ પર આવેલા ગુડ લેન્થ બૉલ પર લેટ કટ કરવા માગતો હતો. લાથમ સ્ટંપની ખૂબ નજીક હતો અને એ દરમિયાન ગિલ્લીઓ પડી ગઇ. રિપ્લેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું કે બૉલ સ્ટમ્પ સાથે લાગ્યો નથી, પરંતુ ગ્લવ્સ સ્ટમ્પ્સ પર લાગ્યા હતા.
2ND ODI. New Zealand XI: F Allen, D Conway, H Nicholls, D Mitchell, T Latham (c & wk), G Phillips, M Bracewell, M Santner, H Shipley, B Tickner, L Ferguson. https://t.co/tdhWDoSwrZ #INDvNZ @mastercardindia
— BCCI (@BCCI) January 21, 2023
હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ વચ્ચે 67 બૉલમાં 74 રનની પાર્ટનરશિપ થઇ હતી. વસીમ જાફરે કહ્યું કે, ખાસ કરીને રોહિત શર્માને સદી બનાવતા જોવા માગે છે. રોહિત શર્માના નામે 29 સદી છે, પરંતુ તે વર્ષ 2020થી કોઇ સદી બનાવી શક્યો નથી. તેમણે કહ્યું કે, ‘ત્રણે ખેલાડીઓએ નિશ્ચિત રૂપે પગલાં ઉઠાવવા પડશે. વન-ડેમાં રોહિત શર્માની સદી જોયાનો ઘણો સમય થઇ ગયો છે. તે સારો બેટિંગ કરી રહ્યો છે, પરંતુ આપણને સદી જોવા મળી નથી.’
પહેલી વન-ડેની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 208 રનની શાનદાર ઇનિંગ રમી. તેની બેવડી સદી સિવાય કોઇ ભારતીય બેટ્સમેન 50 રન સુધી પણ ન પહોંચી શક્યા. રોહિત શર્માએ 34 અને સૂર્યકુમાર યાદવે 31 રનોની ઇનિંગ રમી. 350 રનોના ટારગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રનો પર સમેટાઇ ગઇ. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજની મેચમાં કોણ જીતે છે, ભારત સીરિઝ જીતવામાં સફળ થઇ જાય છે કે પછી ન્યૂઝીલેન્ડ સીરિઝ 1-1થી બરાબરી કરવામાં સફળ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp