માર્શલ આર્ટિસ્ટ વિસ્પી ખરાડીના નામે વધુ 3 વિશ્વ રેકોર્ડ

માર્શલ આર્ટ ક્ષેત્રે સુરતને વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વીસ્પી ખરાડી વધુ એક વખત એક બે નહીં પણ ત્રણ - ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. તેમની આ સિદ્ધિમાં ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન સામેલ હતા. સરસાણા ડોમ ખાતે તેઓએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા 11 વર્ષ જૂના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો હતો તો અત્યાર સુધી ક્યારેય નહીં બન્યા હોય એવા બે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.

આ અંગે વીસ્પી ખરાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેઓ ખતરનાક કરતબો કરીને સાત વિશ્વ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જ્યારે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેમાં પહેલો વિશ્વ રેકોર્ડ એક મિનિટમાં સૌથી વધુ ડ્રીંક કેન (ટીન) હાથ થી તોડવાનો હતો. આ પહેલા આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુહમ્મદ કહરીમાનોવિક નામે હતો, જેમને વર્ષ 2011માં એક મિનિટમાં 74 કેન હાથથી તોડ્યા હતા. બીજો રેકોર્ડ મોસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઈન વન મિનિટમાં સ્થાપ્યો છે. આ કરતબમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આપવામાં આવેલ ડેંસિટી અને સાઇઝના સિમેન્ટમાં બ્લોક્સ મુકવામાં આવ્યા હતા અને એક સાથે ઓછામાં ઓછા 51 બ્લોક્સ કોણીથી તોડવાના હતા, જે કરતબ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જ્યારે ત્રીજો રેકોર્ડ હેવીએસ્ટ કોંક્રિટ બ્લોક્સ બ્રોકન ઓન બેડ ઓફ નેલ્સ સેન્ડવિચનો હતો.જેમાં વિસ્પીની ઉપર અને નીચે ખીલાઓનું પ્લેટફોર્મ હતું અને સેન્ડવિચની જેમ વિસ્પી વચ્ચે સૂતેલો હતો. તેમની છાતીની ઉપર 525 કિલોનો કોંક્રિટ બ્લોક મુકવામાં આવ્યો હતો અને ખુદ સાહિલ ખાને આ બ્લોક હથોડાથી તોડ્યો હતો. આ કરતબમાં કોઈ ટાઈમ લિમિટ નહોતી. જોકે મહત્વની વાત એ છે કે ડ્રીંક કેન બ્રોકન સિવાયના જે બે કરતબ હતા તે અત્યાર સુધી કોઈએ નથી કર્યા પરંતુ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશેષ રીતે વિસ્પીની કાબેલિયત જોઈને આ કરતબ કરવા માટેની મંજૂરી આપી હતી.

વધુમાં વીસ્પી ખરાડીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઇવેન્ટને ડી વાઈન ન્યુટ્રેશનના ઓનર હિરેનભાઈ દેસાઈ, કેપી ગ્રુપના ઓનર ફારુક પટેલ અને ઇન્ડિયાના યુથ અને ફિટનેશ આયકન સાહીલ ખાન દ્વારા સંપૂર્ણ સહયોગ મળ્યો હતો, અને આ ત્રણેય મહાનુભાવો દ્વારા ઇવેન્ટના અંતે વીસ્પી ખરાડી ને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ટાઇટલ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

સાહિલ ખાન વિશે: સાહિલ ખાન એક એક્ટર હોવાની સાથે જ એક ફિટનેસ ટ્રેનર અને આંત્રપ્ર્યોનેર છે. ફિટનેસ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ તેઓ મેળવી ચુક્યા છે. સાથે તેઓ એક યૂટ્યુબર પણ છે અને યૂટ્યુબ પર તેમના 2.8 મિલિયન સબ્સ્ક્રાઇબર છે.

વીસ્પી ખરાડી વિશે: વીસ્પી ખરાડી માર્શલ આર્ટ અને કુડો એક્સપર્ટ છે. સાથે જ ઇઝરાયેલી આર્ટ ક્રવ મેગા એક્સપર્ટ પણ છે. વિવિધ પ્રકારના માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યા છે. તેઓ અર્મેડ અને અનઅર્મેડ કંબટ તથા ક્રાવ મેગા ટ્રેનર તરીકે બીએસએફ અને એનએસજી કમાન્ડોને પણ ફિટનેસ અને સ્ટ્રેંથની ટ્રેનીંગ આપી ચૂક્યા છે અને આના તેઓ એક્સપર્ટ પણ છે. સાથે જ ન્યુટ્રેશનિસ્ટ પણ છે.

About The Author

Related Posts

Top News

હવે નેપાળે ભારતના 'ફળોના રાજા'ને કહ્યું 'નો એન્ટ્રી'! પ્રતિબંધથી ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી

જાપાન પછી, આપણા પાડોશી દેશ નેપાળને પણ ભારતીય કેરીઓ ખાસ પસંદ નથી આવી. એવા સમાચાર આવી રહ્યા છે કે...
National 
હવે નેપાળે ભારતના 'ફળોના રાજા'ને કહ્યું 'નો એન્ટ્રી'! પ્રતિબંધથી ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી

ચેન્નાઈના આ પ્રોફેસર પાસે એક કે બે નહીં 150 ડિગ્રી છે

આપણામાંના મોટાભાગના લોકો માટે, 'ફાઇનલ એકઝામ'નો મતલબ હોય છે અભ્યાસનો અંત, રાહતનો શ્વાસ અને કારકિર્દીની...
Education 
ચેન્નાઈના આ પ્રોફેસર પાસે એક કે બે નહીં 150 ડિગ્રી છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 11-06-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.