ત્રીજી વન-ડેમાં રોહિતે ટોસ જીત્યો, પંડ્યા-ઉમરાન મલિકની જગ્યાએ આ 2 ખેલાડી

PC: twitter.com

ભારત-શ્રીલંકા વન-ડે સીરિઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ બે-બે ફેરફાર કર્યા છે. વન-ડે સીરિઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવનારી ભારતીય ટીમ શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ઉતરશે. જો આમ થશે તો ભારતીય ટીમ ચોથી વખત શ્રીલંકાને ક્લીન સ્વીપ કરશે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમમાં બે ફેરફાર કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યા અને ઉમરાન મલિકને આરામ આપ્યો છે અને તેના સ્થાને વોશિંગટન સુંદર અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ધનંજય ડી સિલ્વાની જગ્યાએ અશીન બંદરા અને દુનિથ વેલ્લાલાગેની જગ્યાએ જેફરી વનડરસેને સ્થાન આપવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ આ મેચ જીતીને ICC સુપર લીગના પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 દ્વિપક્ષીય વન-ડે સીરિઝ રમાઈ છે. ભારત 14 વખત અને શ્રીલંકા બે વખત જીત્યું હતું. જેમાંથી 3 સીરિઝ ડ્રો રહી હતી. 14માંથી 3 વખત, ભારતે શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કર્યું અને સીરિઝની તમામ મેચ જીતી.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 164 મેચ રમાઈ છે. ભારતે 95 અને શ્રીલંકાએ 57 મેચ જીતી હતી. એક મેચ ટાઈ થઈ હતી અને 11 અનિર્ણિત રહી હતી. ટીમ ઈન્ડિયા એક ટીમ સામે સૌથી વધુ વન-ડે જીતમાં ઓસ્ટ્રેલિયાની બરાબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ 95 વન-ડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતમાં બંને વચ્ચે 53 મેચ રમાઈ હતી. ભારતે 38 અને શ્રીલંકાએ 12માં જીત મેળવી હતી. 3 મેચ અનિર્ણિત રહી હતી.

તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 2019માં વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરતા 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 105 રનનો આ ટાર્ગેટ માત્ર એક વિકેટ પર હાંસલ કરી લીધો હતો. જો પીચ ફરીથી પેસરોને શરૂઆતમાં મદદ કરે છે, તો ટોસ જીતનારી ટીમ પીછો કરવાનું પસંદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp